રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત13 જુલાઈ, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટના સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ : પીડિતો ને રૂ.૬૨ લાખની આર્થિક સહાય ચૂકવાઈ

મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટના સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ : પીડિતો ને રૂ.૬૨ લાખની આર્થિક સહાય ચૂકવાઈ

મૃતકોના પરિવારોને રૂપિયા ૪ લાખ અને ઇજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય ચૂકવાઈ

(જી.એન.એસ) તા. 13

વડોદરા,

મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અસરગ્રસ્ત પરિવારો અને ઈજાગ્રસ્તોને સહાયરૂપ થવા રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આર્થિક સહાય અંતર્ગત આજે ઉપલબ્ધ યાદી મુજબ હાલ કુલ ૬૨ લાખની રકમના ચેકનું અસરગ્રસ્તોને વિતરણ કરાયું હતું.

રાજ્ય સરકાર દ્વારા આ દુર્ઘટનામાં મૃતકના પરિવારજનોને રૂયિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય જાહેર કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે છોટાઉદેપુરના સાંસદશ્રી જશુભાઈ રાઠવા અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ધટનાની ગંભીરતાને ધ્યાને લઈને આ સહાય તત્કાળ મંજૂર કરવામાં આવી હતી અને વિના વિલંબે આજે ચૂકવી આપવામાં આવી હતી. ઉપલબ્ધ યાદી મુજબ, હાલ કુલ ૬૨ લાખની રકમના ચેકનું વિતરણ થયું છે જેમાં આજે ચાર ઇજાગ્રસ્તો અને ૧૫ મૃતકોના પરિવારો નો સમાવેશ થાય છે.

આ મુલાકાત વેળા એ સાંસદશ્રી જશુભાઈ રાઠવા અને પાદરાના ધારાસભ્યએ દુર્ઘટનામાં ભોગ બનેલા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને આ દુર્ઘટના બદલ દુઃખ વ્યક્ત કરતા ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી.

આ ચેક વિતરણ સમયે સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.



Source link

સંબંધિત સમાચાર