રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત23 જુલાઈ, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ગાંધીનગર જિલ્લાના માણસામાં તાલુકા પંચાયતનો વર્ક મેનેજરને એસીબી દ્વારા લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો

ગાંધીનગર જિલ્લાના માણસામાં તાલુકા પંચાયતનો વર્ક મેનેજરને એસીબી દ્વારા લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો

(જી.એન.એસ) તા. 23

ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લાના માણસામાં તાલુકા પંચાયતનો વર્ક મેનેજરને એસીબીની ટીમ દ્વારા રંગેહાથ પકડી પાડવામાં આવ્યો છે. આરોપીએ આવાસ યોજનાના હપ્તા માટે લાંચ માંગી હતી. ACBએ આરોપી કર્મચારી ઝંખીત રાવળને 3500 રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે મીડિયા સુત્રો થકી પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગર જિલ્લાના માણસામાં તાલુકા પંચાયતનો વર્ક મેનેજર ઝંખીત રાવળે ફરિયાદીના પિતાના નામે સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મંજુર થયેલા મકાન બનાવવા ફરીયાદીના પિતાના બેંક ખાતામાં 50 હજારનો હપતો જમા કરાવવાના અવેજ પેટે લાંચની માંગ કરી હતી. આરોપી વર્ક મેનેજરે લાંચ માંગતા ફરિયાદી લાંચ આપવા તૈયાર નહીં હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. જેથી ACBએ આજે લાંચિયા કર્મચારીને પકડી પાડવા માટે છટકુ ગોઠવ્યું હતું. આ છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે વાતચીત કરી લાંચના નાણાં સ્વીકાર્યા હતાં. જેથી ACBએ તેને લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો હતો.



Source link

સંબંધિત સમાચાર