રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત5 જૂન, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

કચ્છના અંજારમાં ભયંકર માર્ગ અકસ્માતમાં 2 વિદ્યાર્થીનાં મોત

કચ્છના અંજારમાં ભયંકર માર્ગ અકસ્માતમાં 2 વિદ્યાર્થીનાં મોત

(જી.એન.એસ) તા. 5

અંજાર,

કચ્છનાં અંજારમાં એક ગોઝારા અકસ્માતની ઘટના બની હતી જેમાં સતાપર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બે વિદ્યાર્થીઓનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માત અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, એક પૂરપાટ ગતિએ દોડતી કારે અન્ય વાહનોને અડફેટે લીધા હતા જેના લીધે બે લોકો મૃત્યુ પામી ગયા હતા. આ અકસ્માતમાં અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી મળી રહી છે. હાલમાં ઘાયલોને તાત્કાલિક સારવાર હેતુસર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

રસ્તા પર અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ફરાર થઇ ગયો હતો. કારચાલકે બેથી 3 બાઇકને અડફેટે લીધી હતી. જેના લીધે ચારથી વધુ લોકો ઈજાગ્રસ્ત પણ થઈ ગયા હતા. જ્યારે બે વ્યક્તિના મોતની પુષ્ટી થઈ હતી. સ્થાનિકોએ કારચાલકને પકડવાનો પ્રયાસ કર્યો હતો પણ તે નાસી છૂટવામાં સફળ થયો હતો. ત્યારબાદ સ્થાનિકોએ આ મામલે પોલીસને જાણ કરી હતી જે બાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી અને 108ની મદદથી ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યારબાદ પોલીસે ફરાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 



Source link

સંબંધિત સમાચાર