રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
ગુજરાત6 ઑગસ્ટ, 2025| Super Admin

કેશોદ એરપોર્ટ ૨૦૨૭ સુધીમાં મોટા AB-૩૨૦ પ્રકારના વિમાનોનું સંચાલન કરવા સક્ષમ બનશે : પરિમલ નથવાણી

કેશોદ એરપોર્ટ ૨૦૨૭ સુધીમાં મોટા AB-૩૨૦ પ્રકારના વિમાનોનું સંચાલન કરવા સક્ષમ બનશે : પરિમલ નથવાણી
કેશોદ એરપોર્ટ ગીર નેશનલ પાર્ક અને સોમનાથ મંદિર આવતા રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય મુલાકાતીઓ માટે મુખ્‍ય પ્રવેશદ્વાર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા (AAI)એ મોટા AB-૩૨૦ પ્રકારના વિમાનોના સંચાલનને સરળ બનાવવા માટે ગુજરાતના કેશોદ એરપોર્ટના રનવેને ૨૫૦૦ મીટર સુધી લંબાવવાનું કામ હાથ ધર્યું છે. AAI એ અંદાજિત રૂ. ૩૬૪ કરોડના ખર્ચે કેશોદ એરપોર્ટના વિકાસનું કામ હાથ ધર્યું છે. આ માહિતી કેન્‍દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્‍ય મંત્રી શ્રી મુરલીધર મોહોલે ૫ ઓગસ્‍ટ, ૨૦૨૫ના રોજ રાજ્‍યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા કેશોદ એરપોર્ટના વિસ્‍તરણ યોજનાઓ પર પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં આપી હતી.મંત્રીના નિવેદન મુજબ, રનવે વિસ્‍તરણ પ્રોજેક્‍ટનો અંદાજિત ખર્ચ રૂ. ૧૯૦.૫૬ કરોડ છે અને પ્રોજેક્‍ટ પૂર્ણ કરવા માટેની સમયમર્યાદા ૧૮ મહિના નક્કી કરવામાં આવી છે અને પૂર્ણ થવાની અંદાજિત તારીખ જાન્‍યુઆરી ૨૦૨૭ છે.AAI એ અંદાજિત કુલ રૂ. ૩૬૪ કરોડના ખર્ચે કેશોદ એરપોર્ટના વિકાસનું કામ પણ હાથ ધર્યું છે, જેમાં રૂ. ૧૪૨.૧૭ કરોડના ખર્ચે નવા ટર્મિનલ બિલ્‍ડિંગનું નિર્માણ શામેલ છે. ૬,૫૦૦ ચોરસ મીટરનું નવું ટર્મિનલ બિલ્‍ડિંગ એક સાથે ૪૦૦ આગમન અને ૪૦૦ નિર્ગમન કરતા મુસાફરોની સુવિધા સાચવી શકે તે રીતે તૈયાર કરવામાં આવશે. નવા ટર્મિનલ બિલ્‍ડિંગના નિર્માણ માટે ટેન્‍ડર બહાર પાડવામાં આવ્‍યું છે અને પ્રોજેક્‍ટ પૂર્ણ કરવા માટેની સમયમર્યાદા વર્ક ઓર્ડર આપવાની તારીખથી ૧૫ મહિનાની છે. બંને પ્રોજેક્‍ટ માટે પૂર્ણ થવાની સમયમર્યાદા જમીન સંપાદન, ફરજિયાત મંજૂરીઓની ઉપલબ્‍ધતા, ફાઇનાન્‍સિઅલ ક્‍લોઝર વગેરે જેવા ઘણાં પરિબળો પર આધાર રાખે છે.કેશોદ એરપોર્ટ પર ચાલી રહેલા વિસ્‍તરણના મહત્‍વ પર પ્રકાશ પાડતા, પરિમલભાઇ નથવાણીએ જણાવ્‍યું હતું કે, કેશોદ એરપોર્ટને મોટા બોડીવાળા વિમાનોના સંચાલન માટે અપગ્રેડ કરવાથી, વિશ્વભરના વન્‍યજીવ ઉત્‍સાહીઓ માટે વિશ્વમાં એકમાત્ર જગ્‍યાએ વસવાટ કરતા એશિયાટિક સિંહોને જોવા માટે ગીર નેશનલ પાર્કની મુસાફરી કરવી સરળ બનશે. આ ઉપરાંત, સોમનાથ મંદિર બાર જ્‍યોર્તિલિંગોમાં એક વિશેષ સ્‍થાન ધરાવે છે અને કેશોદ એરપોર્ટ ભારત તેમજ વિદેશથી આવતા ભગવાન શિવના ભક્‍તોને આ પ્રખ્‍યાત મંદિરની મુલાકાત લેવામાં ઘણી સરળતા કરી આપશે.      

સંબંધિત સમાચાર