રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
ગુજરાત4 એપ્રિલ, 2025| Super Admin

જામનગર; પરિણીતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવતા સનસનાટી મચી

જામનગર; પરિણીતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવતા સનસનાટી મચી
કુવામાંથી એકસાથે 5 મૃતદેહ બહાર કાઢવામાં આવતા ગામમાં સનસનાટી મચી ગઈ હતી. જામનગરના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં આપઘાતની હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. સુમરા ગામમાં રહેતી પરિણીતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવતા પાંચેયના મોત નિપજ્યા છે. તમામના મૃતદેહોને ધ્રોલ સીએચસી ખસેડવામાં આવ્યા છે. પોલીસ કાફલો પણ હોસ્પિટલ પહોંચ્યો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ધ્રોલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ જણાવ્યું હતું કે આ ઘટના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં બની હતી. તેમણે કહ્યું કે મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા પરંતુ મહિલાએ આ પગલું શા માટે ભર્યું તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ બાબત જાણીને પોલીસ ટીમ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. મૃતકોની ઓળખ; પોલીસ અધિકારી રાઠોડે જણાવ્યું હતું કે ભાનુબેન ટોરિયાએ તેમના બાળકો ઋત્વિક (3), આનંદી (4), અજુ (8) અને આયુષ (10) સાથે કૂવામાં કૂદી પડ્યા હતા. પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ ચાલુ છે.

સંબંધિત સમાચાર