રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
આંતરરાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

રશિયામાં જયશંકરે રાષ્‍ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી

રશિયામાં જયશંકરે રાષ્‍ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી
અંદાજે ૧ કલાકની બેઠકમાં રશિયા - યુક્રેન યુધ્‍ધ સહિત અનેક મુદ્દા પર ચર્ચા થઇ વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયાના રાષ્‍ટ્રપતિ વ્‍લાદિમીર પુતિન અને વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરી. લગભગ ૧ કલાક ચાલેલી આ બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ. તે જ સમયે, બંને દેશો વચ્‍ચેના વેપાર પર સૌથી વધુ ચર્ચા થઈ. તાજેતરમાં, ટ્રમ્‍પે ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ન ખરીદવાની ધમકી આપી છે. જયશંકરે સેર્ગેઈ લવરોવ સાથે સંયુક્‍ત મીડિયા બ્રીફિંગમાં કહ્યું, અમારું માનવું છે કે ભારત અને રશિયા વચ્‍ચેના સંબંધો બીજા વિશ્વયુદ્ધ પછીથી વિશ્વના સૌથી અગ્રણી સંબંધોમાંના એક રહ્યા છે. તેમણે કહ્યું, ભૌગોલિક રાજકીય સંકલન, નેતળત્‍વ સંપર્ક અને લોકપ્રિય ભાવના તેના મુખ્‍ય ચાલક રહેશે. અગાઉ, મીડિયા સાથે વાત કરતી વખતે, જયશંકરે કહ્યું હતું કે રશિયા પાસેથી તેલ ખરીદવાની અમેરિકાની ધમકી સમજની બહાર છે.જયશંકર રશિયાની ત્રણ દિવસની મુલાકાતે છે, જે દરમિયાન તેમણે ભારત-રશિયા આંતર-સરકારી આયોગ ઓન ટ્રેડ, ઇકોનોમિક, સાયન્‍ટિફિક, ટેકનોલોજીકલ અને કલ્‍ચરલ કોઓપરેશન (IRIGC-TEC) ના ૨૬મા સત્રની સહ-અધ્‍યક્ષતા કરી હતી.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર