રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

આ વખતે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ સુખોઈ ફાઈટર વિમાનના ટાયર પર રથ સવારી કરશે  

આ વખતે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ સુખોઈ ફાઈટર વિમાનના ટાયર પર રથ સવારી કરશે  

(જી.એન.એસ) તા. 1

કોલકાતા,

દર વર્ષે પશ્ચિમ બંગાળના કોલકાતામાં ઈસ્કોન દ્વારા આયોજિત પ્રસિદ્ધ રથયાત્રા આ વર્ષે એક મોટો ફેરફાર જોવા મળશે જેમાં આ વખતે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ સુખોઈ ફાઈટર વિમાનના ટાયર પર સવાર થઈને ધીમી ગતિએ આગળ વધશે.  છેલ્લા 48 વર્ષની જૂના આ ટાયર હવે બદલાઈ જશે. અત્યાર સુધી બોઈંગ વિમાનના પૈડાની મદદથી રથ ખેંચવામાં આવતો હતો.

મહત્વનું છે કે લગભગ છેલ્લા 45 થી વધુ સમયથી કોલકાતાની રથયાત્રામાં બોઈંગ ટાયરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આ ટાયર ખૂબ જૂના થઈ ગયા હતા અને છેલ્લા 15 વર્ષથી બોઈંગ ટાયરના રિપ્લેસમેન્ટની શોધ ચાલુ હતી કારણ કે, હવે બોઈંગ ટાયર મળવા ખૂબ મુશ્કેલ છે. ઈસ્કોનના પ્રવક્તા રાધારમણ દાસે જણાવ્યું કે, ‘સુખોઈના ટાયરનો વ્યાસ બોઈંગના ટાયર જેટલો જ છે, જેના કારણે આ વર્ષે રથમાં સુખોઈના ટાયર ફિટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અનોખા પરિવર્તનની પ્રક્રિયા પણ પોતાનામાં રસપ્રદ રહી છે.’

આ બાબતે રાધારમણ દાસના જણાવ્યા પ્રમાણે ‘ઈસ્કોને સુખોઈ ટાયર બનાવનારી કંપની પાસેથી ક્વોટેશન માગ્યું, ત્યારે કંપનીને આશ્ચર્ય થયું હતું. કંપનીના અધિકારીઓ સમજી ન શક્યા કે કોઈ તેના ટાયરનું ક્વોટેશન કેમ માગી રહ્યું છે અને તે પણ રથયાત્રા માટે. ત્યારબાદ ઈસ્કોને કંપનીને આખી સ્થિતિ સમજાવી અને તેમની એક ટીમને કોલકાતા બોલાવી અને તેમને રથ પણ બતાવ્યો. ત્યારબાદ જ કંપનીએ ઈસ્કોનને સુખોઈ ફાઈટર જેટના ચાર ટાયર પૂરા પાડ્યા. હાલમાં આ ટાયરને લગાવવાનું કામ ચાલી રહ્યું છે.

સાથેજ આ બાબતે ઈસ્કોનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘આ વર્ષની રથયાત્રામાં ભગવાન જગન્નાથ સુખોઈ ટાયરથી શણગારેલા રથ પર સવાર થઈને ભક્તોને દર્શન આપશે. આ ન માત્ર ટેકનિકલ દૃષ્ટિકોણથી એક મોટો ફેરફાર છે, પરંતુ તે પરંપરા અને આધુનિકતાના અનોખા સંગમનું પણ પ્રતીક છે.’



Source link
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર