તાજેતરમાં જ ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ની ટ્રોફી જીતનારી ભારતીય ટીમ સાથે આયર્લેન્ડ પ્રવાસ પર મોટો અઘટિત ઉલટફેર થયો છે. શ્રેયસ ઐયરની કેપ્ટનશિપ હેઠળ રમાયેલી પ્રથમ જ ટી-૨૦ મેચમાં ભારત આયર્લેન્ડ સામે ૩૪ રનથી શરમજનક રીતે હારી ગયું છે. ક્રિકેટના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે ભારતીય ટીમ કોઈ પણ ફોર્મેટમાં આયર્લેન્ડ સામે મેચ હારી હોય. આ મેચમાં આયર્લેન્ડે ભારતને જીતવા માટે ૧૮૩ રનનો મજબૂત ટાર્ગેટ આપ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત ભારે શરમજનક રહી હતી. સંજુ સેમસન માત્ર ૫ રન બનાવીને ચાલતો થયો, તો ઇશાન કિશન પણ માત્ર ૧ રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો. કેપ્ટન તરીકે પ્રથમ વખત મેદાનમાં ઉતરેલા શ્રેયસ ઐયર પાસેથી મોટી ઇનિંગ્સની આશા હતી, પરંતુ તે પણ માત્ર ૩ રન બનાવી આઉટ થઈ ગયો હતો. ઓપનર અભિષેક શર્માએ એકલા હાથે લડત આપતા ૫૦ રન બનાવ્યા હતા, પરંતુ અન્ય કોઈ બેટ્સમેન સાથ આપી શક્યો નહીં. રન રેટ વધારવાના દબાણમાં ભારતે માત્ર ૯૦ રનમાં જ પોતાની ૫ મુખ્ય વિકેટો ગુમાવી દીધી હતી. ૧૪૮ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે આ મેચ ૩૪ રનથી ગુમાવી દીધી હતી. ત્રણ-ત્રણ વખત ટી-૨૦ વર્લ્ડ કપ જીતનારી ટીમ ઇન્ડિયાની આ હારથી ફેન્સમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
આયર્લેન્ડ સામે ભારતની ઐતિહાસિક હાર, શ્રેયસ ઐયરની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયા ફ્લોપ

સંબંધિત સમાચાર
રમતગમતભારત VS અફઘાનિસ્તાન T20I ટીમની જાહેરાત, આ ખેલાડીઓને ટીમમાં એન્ટ્રી મળી
2 દિવસ પહેલા
રમતગમતયશસ્વી જયસ્વાલ પર ICC નું કડક એક્શન, શ્રીલંકાઈ ખેલાડી સાથે ધક્કામુક્કીનો મામલો
2 દિવસ પહેલા
રમતગમતઓસ્ટ્રેલિયા સામે ડ્રો મેચ બાદ ભારત સેમિફાઇનલની દોડમાંથી બહાર
2 દિવસ પહેલા
રમતગમતપાકિસ્તાનને મોટો ફટકો, વિકેટકીપર-બેટ્સમેન એશિયા કપમાંથી બહાર
2 દિવસ પહેલા
