મહિલા એશિયા કપ 2026 ની ફાઇનલ મેચ આજે દુબઈ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ભારત અને શ્રીલંકા એકબીજા સામે ટકરાશે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને કેપ્ટન હરમનપ્રીત કૌરે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ ઈન્ડિયાએ આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો છે. પ્રતિકા રાવલ આ મેચમાં રમી રહી નથી. તેમના સ્થાને જી. કમલિનીને તક આપવામાં આવી છે.
ભારત અને શ્રીલંકા બંને ટીમો આ ટુર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યા નથી. ભારતે પહેલી સેમિફાઇનલમાં બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો , જ્યારે શ્રીલંકાએ બીજી સેમિફાઇનલમાં રોમાંચક મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. છેલ્લી વખત આ બંને ટીમો 2024 એશિયા કપ ફાઇનલમાં એકબીજા સામે ટકરાઈ હતી, જ્યાં શ્રીલંકાએ જીત મેળવી હતી.





