રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત26 મે, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

હવામાન વિભાગે આગામી 1 જૂન સુધી હળવાથી ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં ઍલર્ટ જાહેર

હવામાન વિભાગે આગામી 1 જૂન સુધી હળવાથી ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં ઍલર્ટ જાહેર

(જી.એન.એસ) તા. 27

ગાંધીનગર/અમદાવાદ,

ગુજરાતના પાડોશી રાજ્યમાં વર્ષોનો રેકોર્ડ તોડીને ચોમાસું વહેલું પધાર્યું છે ત્યારે ગુજરાતભરમાં વાતાવરણ પલટાયું છે, ત્યારે હવામાન વિભાગે આગામી 1 જૂન સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી 6 દિવસ મોટાભાગના વિસ્તારોમાં 40-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકવવાની અને ગાજવીજ સાથે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ચાલો જાણીએ કયા જિલ્લામાં કેવો રહેશે વરસાદી માહોલ.

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 6 દિવસ પવનની ગતિ તેજ રહેવાની સાથે વરસાદી માહોલ જોવો મળશે. જેમાં આગામી 30 મેથી 1 જૂન સુધીમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદાર, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન રાજ્યભરમાં 40-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે.

અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે રાજ્યમાં ભારે પવન-ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં વાવાઝોડા જેવી સ્થિતિને લઈને રાજ્ય સરકારે એલર્ટ વાળા જિલ્લાના જિલ્લા વહીવટી તંત્રોને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24×7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી હતી. જ્યારે દરિયામાં મજબૂત અને ઊંચા મોજાની સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં આજે સોમવારે (26 મે) સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ 40-60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની અને ગાજવીજ સાથે મધ્યમ વરસાદને આગાહીને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. આ સિવાયના તમામ જિલ્લામાં પણ પવનની ગતિ તેજ રહેવાની સાથે વરસાદની શક્યતા છે. જ્યારે 27 મેના રોજ રાજ્યભરમાં 40-50 કિ.મી.ની ઝડપે પવન અને મેઘગર્જના સાથે વરસાદી માહોલ રહેશે.



Source link

સંબંધિત સમાચાર