રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
ગુજરાત25 જાન્યુઆરી, 2026| Super Admin

મહુવા કોર્ટે જયરાજ આહિરની જામીન અરજી ફગાવી – Gujarati GNS News


લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર જેલ હવાલે

(જી.એન.એસ) તા. ૨૫

મહુવા,

સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી બહુચર્ચિત એવા બગદાણા નવનીતભાઈ બાલધિયા પર હુમલાના કેસમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના નાના પુત્ર જયરાજ આહિરની SIT એ ધરપકડ કરી હતી. ત્યારે, રવિવારે મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે જયરાજ આહિરની જામીન અરજી નામંજૂર કરી હોવાની માહિતી સામે આવી છે. સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખી જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે રિમાન્ડ ન માંગતા જયરાજ આહીર જેલ હવાલે કરાયા છે. ગઈકાલે SIT એ જયરાજ આહીરને પૂછપરછ માટે બોલાવ્યા હતા, જેમાં જયરાજ આહીરની સંડોવણીનાં પૂરાવા મળતા ધરપકડ કરવામાં આવી હતી.

ભાવનગરના બગદાણામાં સેવક નવનીતભાઈ બાલધીયાને માર મારવાના કેસમાં SIT ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જે હેઠળ શનિવારે SIT દ્વારા જયરાજ આહીરને પૂછપરછ માટે બોલાવ્યા હતા અને કેસમાં સંડોવણીનાં પૂરાવા મળતા જયરાજ આહીરની SIT દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ SIT એ રાત્રે જયરાજ આહીરનું મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું હતું.

આ મામલે મીડિયા સુત્રો થકી મળતી માહિતી અનુસાર, બે વખતની પૂછપરછ બાદ SIT દ્વારા આજે ચુસ્ત પોલીસ કાફલા સાથે જયરાજ આહિરને મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે જયરાજ આહીરની જામીન અરજી ફગાવી દીધી છે. સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખી અને તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જામીન નામંજૂર કર્યા છે. પોલીસે રિમાન્ડ ન માંગતા જયરાજ આહીર જેલ હવાલે થયા છે. માહિતી અનુસાર, રેન્જ IG કચેરીથી ચુસ્ત સુરક્ષા વચ્ચે મહુવા લવાયા હતા. જયરાજ આહીરની રજૂઆત સમયે કોર્ટમાં લોકોના ટોળા ઉમટ્યા હતા. જજ સમક્ષ હાજર કરાતા જ સીધો જેલ હવાલે કરવાનો હુકમ કરાયો. ચાલુ હિયરિંગ દરમિયાન જામીન માંગ્યા પણ કોર્ટે અરજી ફગાવી દીધી.



Source link

સંબંધિત સમાચાર