રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત16 જૂન, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનને પગલે આજે રાજ્યવ્યાપી શોક, રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનને પગલે આજે રાજ્યવ્યાપી શોક, રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે

(જી.એન.એસ) તા. 15

ગાંધીનગર/રાજકોટ,

 12 જૂન, 2025 ના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું હતું. તેમના નિધનથી રાજ્યભરમાં શોકનો માહોલ છવાયો છે. ગુજરાત સરકારે તેમના માનમાં આજે 16 જૂન, 2025ને સોમવારના રોજ એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાજ્ય શોકના દિવસ દરમિયાન, રાજ્યભરની તમામ સરકારી ઇમારતો પર જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, ત્યાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. આ ઉપરાંત, શોકના દિવસે કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં. વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર આજે 16 જૂન, 2025 (સોમવાર) ના રોજ રાજકોટ ખાતે કરવામાં આવશે.



Source link

સંબંધિત સમાચાર