રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત25 જૂન, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ગુજરાતની ગ્રામ પંચાયતો માટે 22 જૂનના રોજ યોજાયેલી ચૂંટણીની મતગણતરી અને પરિણામો

ગુજરાતની ગ્રામ પંચાયતો માટે 22 જૂનના રોજ યોજાયેલી ચૂંટણીની મતગણતરી અને પરિણામો

(જી.એન.એસ) તા. 25

અમદાવાદ,

ગુજરાતની ગ્રામ પંચાયતો માટે 22 જૂનના રોજ યોજાયેલી ચૂંટણીના પરિણામોને લઈને મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. કુલ 8326 ગ્રામ પંચાયતોની ચૂંટણી થવાની હતી, જેમાંથી 4564 ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/વિભાગીય ચૂંટણીઓ યોજાઈ હતી અને 3524 ગ્રામ પંચાયતોમાં પેટાચૂંટણીઓ યોજાઈ હતી. સામાન્ય/મધ્યસત્ર/વિભાગીય ચૂંટણીઓ હેઠળ 4564 ગ્રામ પંચાયતોમાંથી 751 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીઓ યોજાઈ હતી. બાકીની 3541 ગ્રામ પંચાયતોમાંથી, 272 બેઠકો બિનહરીફ થવાને કારણે અથવા નામાંકન ન ભરવાને કારણે ખાલી રહેવાને કારણે ચૂંટાઈ શકી ન હતી. તેથી, સામાન્ય/મધ્યસત્ર/વિભાગીય ચૂંટણીઓ હેઠળ 4564 ગ્રામ પંચાયતોમાંથી 3541 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે.

પેટાચૂંટણી હેઠળ કુલ ૩૫૨૪ ગ્રામ પંચાયતોમાંથી 353 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ રહી છે, જેમાંથી 3171 ગ્રામ પંચાયતો બિનહરીફ બેઠકો અથવા ઉમેદવારીપત્રો ન ભરવાને કારણે ખાલી રહી હતી. આમ, 3541+353 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી અને પેટાચૂંટણીઓ યોજાઈ હતી.

ડાંગ જિલ્લાની ગલકુંડ ગ્રામ પંચાયત સૌથી વધુ ચર્ચાસ્પદ બની હતી. આ પંચાયતમાં સરપંચ પદની ચૂંટણી માટે પિતા અને પુત્ર વચ્ચે જંગ ખેલાયો હતો. બંને જણાએ જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. હવે આ પંચાયતનું પરિણામ આવતા પિતાએ પુત્રને હરાવ્યો છે. ચૂંટણીના જંગમાં પિતાની 576 મતની લીડથી જીત થઈ છે.

ડાંગ જિલ્લામાં 42 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગલકુંડ પંચાયત સૌથી વધુ ચર્ચાસ્પદ બની હતી. જેમાં સરપંચ પદ માટે પિતા અને પુત્ર વચ્ચે જંગ ખેલાયો હતો. બંને જણાએ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. મતદાન બાદ આજે જાહેર થયેલા પરિણામમાં પિતા સુરેશ વાઘ 576 મતોની લીડથી જીતી ગયાં છે. જેથી તેમને ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે.

ડાંગ જિલ્લાની ગુલકુંડ ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં દીકરો રાજેશ વાઘ અને પિતા સુરેશ વાઘ સામ સામે આવી ગયા હતાં. બંને જણાએ એક બીજાને હરવવા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું હતું. સમગ્ર જિલ્લાની 42 ગ્રામ પંચાયતોમાં ગુલકુંડ ગ્રામ પંચાયત ચર્ચાનો વિષય બની હતી. રાજ્યમાં ગ્રામ પંચાયતોમાં કોઈ બાબતે દુશ્મની કે ઝઘડા ઉભા ના થાય તે માટે સમરસ કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરાયા હતાં.પરંતુ આ ગ્રામ પંચાયતમાં બાપ દીકરો એક બીજાને હરાવવા માટે મેદાનમાં ઉતરી ગયાં હતાં. હવે પિતાની જીત થતાં તેમને ગામના સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

ભાવનગર જિલ્લાના પરિણામોની વાત કરીએ તો..

> વાવડી ગામમાં રામકુભાઈ કામળિયા વિજેતા બન્યા
> કડકોટ ગામે સીતાબા ચાવડાનો વિજય થયો
> રાજાવદર ગામે પ્રવીણભાઈ સરવૈયા વિજેતા
> નેસવડ ગામે દક્ષાબેન ડાભીનો વિજય
> કાટીકડા ગામે વનરાજભાઈ કામલિયા વિજેતા
> શારદીકા ગામે નિમુબેન બાંભાનો વિજય
> કસાન ગામે જીવનભાઈ વાઘેલા જિત્યા
> રૂપાવટી ગામે ઘનશ્યામભાઈ ગજેરા વિજેતા
> લુસડી ગામે દેવુબેન સદુલભાઈ ચાવડાનો વિજય થયો
> કુંભારીયા ગામે જાહુબેન ઓખડભાઈ ચાવડા વિજેતા બન્યા
> કીકરીયા ગામે રાઘવભાઈ બળદાણીયાનો વિજય
> કંટાસર ગામે વિપુલ ગેમાભાઈ પરમાર વિજેતા
> ચોકવા ગામે લીલીબેન મગનભાઈ વાસિયા વિજેતા
> કાળેલા ગામે રેખાબેન હસુભાઈ ગોડકિયા વિજેતા થયા
> મોટા જાદરા ગામે ઉકાભાઇ મંગળભાઈ મકવાણા વિજેતા બન્યા
> મોટા પીપળવા ગામે નરોતમભાઈ વજુભાઈ સાખટ વિજેતા
> ગઢડા ગામે શાંતુબેન બાબુભાઈ જોડીયા વિજેતા

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમાર સરપંચ પદની ચૂંટણી લડ્યા હતાં. આ ચૂંટણીનું આજે પરિણામ જાહેર થતાં તેમનો પરાજય થયો હતો. કિરણસિંહ પરમારનો 600થી વધુ મતે પરાજય થયો હતો. તેમના હરિફ ઉમેદવાર મંગળ પરમારને 1374 મત મળ્યા હતાં. મંત્રીના પુત્રનો પરાજય થતાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

મહેસાણામાં પઢારિયા ગ્રામ પંચાયતનાી ચૂંટણીનું રસપ્રદ પરિણામ આવ્યું છે. જ્યાં રતનસિંહ ચાવડા સરપંચ પદના ઉમેદવાર હતા, જેઓ ફક્ત 1 મતના અંતરથી વિજયથી થતાં કૂતુહલ સર્જાયું હતું. સરપંચના વિજેતા રતનસિંહ ચાવડાએ સાથે જણાવ્યું કે, ‘1 મતથી જીત થઈ છે, ત્યારે હું ગામના સર્વે સમાજના લોકોનો આભારમાનુ છું. અમારે કુલ 8 વોર્ડ છે. જેમાં કુલ 2041નું વોટિંગ થયુ છે. સરપંચ પદમાં બે ઉમેદવારો હતા, જેમાં મને 933 મત મળ્યા છે. 1 મતનું મુલ્યા આજે મને સમજાયુ.’



Source link

સંબંધિત સમાચાર