રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત27 મે, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આપી ભાવભીની વિદાય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આપી ભાવભીની વિદાય

(જી.એન.એસ) તા.27

ગાંધીનગર,

ઓપરેશન સિંદૂરની ઐતિહાસિક અને ગૌરવમય સફળતા બાદ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રથમ વખત માતૃભૂમિ – ગુજરાત પધાર્યા હતા. ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ વિશ્રામ કર્યા પછી આજે સવારે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભાવભીની વિદાય આપી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓપરેશન સિંદૂરના નેતૃત્વ દ્વારા ભારતની સૈન્ય ક્ષમતા, રાષ્ટ્રીય ગૌરવ અને પરાક્રમનું અનોખું ઉદાહરણ  પ્રસ્તુત કર્યું છે. ઓપરેશન સિંદૂર એ માત્ર એક સૈન્ય વિજય નહીં, પરંતુ ભારતની એકતા, અસ્મિતા, વિકાસ અને રાષ્ટ્રગૌરવનું પ્રતિક બની ગયું છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ ઐતિહાસિક વિજયના નાયક તરીકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ‘રાષ્ટ્ર મંજૂષા’ ગ્રંથની ભેટ આપી અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના અવિસ્મરણીય યોગદાન માટે આદર અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી, સાથે સાથે રાજ્યપાલશ્રીએ વડાપ્રધાનના દીર્ઘાયુષ્ય, સ્વસ્થ આરોગ્ય અને રાષ્ટ્રસેવામાં સતત સફળતા માટે અનંત શુભકામનાઓ પાઠવી હતી.



Source link

સંબંધિત સમાચાર