રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય21 ઑગસ્ટ, 2025| Super Admin

રાજ્‍યપાલ બીજી વખત આવેલા બિલો રાષ્ટ્રપતિને મોકલી શકે નહીં : સુપ્રીમ કોર્ટ

રાજ્‍યપાલ બીજી વખત આવેલા બિલો રાષ્ટ્રપતિને મોકલી શકે નહીં : સુપ્રીમ કોર્ટ
બિલોને મંજૂરી અંગેના રાષ્ટ્રપતિના રેફરન્‍સ પર સર્વોચ્‍ચ અદાલતમાં સુનાવણી રાજ્‍યોના બિલોને મંજૂરી અંગેના રાષ્ટ્રપતિના રેફરન્‍સ અંગે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે બુધવારે જણાવ્‍યું હતું કે, રાજ્‍ય વિધાનસભાની બહાલી પછી બીજી વખત તેમની સમક્ષ મોકલવામાં આવેલા બિલોને રાજ્‍યપાલ વિચારણા માટે રાષ્ટ્રપતિને મોકલી શકે નહીં. તેમની સમક્ષ બીજી વખત આવેલા બીલને પણ રાજ્‍યપાલ રાષ્ટ્રપતિ પાસે મોકલી શકે તેવી કેન્‍દ્રની રજૂઆત પછી મુખ્‍ય ન્‍યાયાધીશ બી.આર. ગવઈની આગેવાની હેઠળની પાંચ ન્‍યાયાધીશોની બંધારણીય ખંડપીઠે આ અવલોકન કર્યાં હતાં. બંધારણની કલમ ૨૦૦ હેઠળ રાજ્‍યપાલે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલને સંમતિ આપવી પડે છે અથવા તેઓ સંમતિ રોકી શકે છે અથવા તેઓ  રાષ્ટ્રપતિને વિચારણા માટે મોકલી શકે છે. જો નાણા બિલ ન હોય તો રાજ્‍યપાલ પાસે બિલને પુનર્વિચારણા માટે વિધાનસભામાં પાછું મોકલવાની પણ સત્તા છે. આમ રાજ્‍યપાલ પાસે બિલ અંગે નિર્ણય કરવાના ચાર વિકલ્‍પો છે. ખંડપીઠે જણાવ્‍યું હતું કે જો ચોથો વિકલ્‍પ (બિલને પુનર્વિચાર માટે વિધાનસભામાં પરત કરવાનો)નો રાજ્‍યપાલ ઉપયોગ કરે તો પછી  સંમતિ રોકવાનો અથવા બિલને રાષ્ટ્રપતિને મોકલવાનો વિકલ્‍પ રદ થઈ જાય છે. જો રાજ્‍યપાલ બિલોને પુનર્વિચારણા માટે વિધાનસભામાં પરત કર્યા વગર ફક્‍ત મંજૂરી રોકવાનો નિર્ણય લે છે, તો તે ચૂંટાયેલી સરકારોને રાજ્‍યપાલની ઇચ્‍છાઓની ઇચ્‍છાઓને આધિન બની જાય છે. જો રાજ્‍યપાલ અનિヘતિ સમય માટે સંમતિ રોકી રાખે તો બહુમતીના સમર્થનથી રચાયેલી સરકારો એક બિનચૂંટાયેલા નિયુક્‍ત વ્‍યક્‍તિની દયા પર નિર્ભર બને છે.કેન્‍દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્‍યું હતું કે બંધારણ હેઠળ રાજ્‍યપાલ કરતાં રાષ્ટ્રપતિને વધુ સત્તા મળેલી છે અને જો તેઓ બિલોને મંજૂરી આપવા માટે પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ ન કરી શકે તો તેમનો હોદ્દો માત્ર પોસ્‍ટમેનનો બની જાય છે.    

સંબંધિત સમાચાર