રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત16 મે, 2025| Super Admin

GMERS સોલા-અમદાવાદના નિષ્ણાંતોએ ૭ મહિનામાં રાજ્યના ૧,૨૫૫ દર્દીઓને વર્ચ્યુઅલ માધ્યમથી સ્પીચ હીયરીંગ એન્ડ લેન્ગવેજ થેરાપી આપી

GMERS સોલા-અમદાવાદના નિષ્ણાંતોએ ૭ મહિનામાં રાજ્યના ૧,૨૫૫ દર્દીઓને વર્ચ્યુઅલ માધ્યમથી સ્પીચ હીયરીંગ એન્ડ લેન્ગવેજ થેરાપી આપી

(જી.એન.એસ) તા. 16

અમદાવાદ,

ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંલગ્ન સોલા હોસ્પિટલ-અમદાવાદ હેઠળની ઓડીયોલોજી એન્ડ સ્પીચ લેંગવેજ પેથોલોજી કોલેજ ખાતે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત સૌપ્રથમ ટેલિ-રીહેબીલેશન હબ કાર્યરત કરવામાં આવ્યું છે. ઓનલાઈન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સ્પીચ હીયરીંગ એન્ડ લેન્ગવેજ પેથોલોજી ડીસઓર્ડરની થેરાપી સરળતાથી મળી રહે તે હેતુથી ટેલિ રીહેબીલેશન હબનું ગત વર્ષે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ થયું હતું.

ઓડીયોલોજી કોલેજ સોલા-અમદાવાદ ખાતે સ્પીચ હીયરીંગ એન્ડ લેન્ગવેજ ડીસઓર્ડરને લગતી થેરાપી માટે રાજ્યના દૂર-દરાજના ગામોથી બાળ દર્દીઓને દરરોજ અમદાવાદ આવવું પડતું હતું. તેમની સમસ્યાના સમાધાનરૂપે ટેલિ રીહેબીલેશન હબના માધ્યમથી આવા બાળકોને નજીકના કેન્દ્રો ખાતે જ વિડીયો કોન્ફરન્સ દ્વારા સ્પીચ એન્ડ લેન્ગવેજ થેરાપી આપવાની શરૂઆત થઇ હતી. જેના માટે ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર (DEIC) દ્વારા રાજ્યમાં દાહોદ, કચ્છ, વેરાવળ, પોરબંદર, મહેસાણા, ગીર સોમનાથ, ગોધરા, સુરત, વડોદરા, નર્મદા, માણસા અને સાણંદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા હતા, જ્યાંથી બાળ દર્દીઓ થેરાપી મેળવી શકે.

રાજ્ય સરકારના આ આયોજનથી બાળ દર્દીઓને તેમના નજીકના કેન્દ્રો ખાતે જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઓડીયોલોજી એન્ડ સ્પીચ લેન્ગવેજ સોલા હોસ્પિટલના નિષ્ણાંત તજજ્ઞો દ્વારા થેરાપી આપવામાં આવી રહી છે. ઓક્ટોબર-૨૦૨૪ થી એપ્રિલ-૨૦૨૫ દરમિયાન કુલ ૧,૨૫૫ જેટલા દર્દીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સ્પીચ હીયરીંગ એન્ડ લેન્ગવેજને લગતી થેરાપી આપવામાં આવી છે.



Source link

સંબંધિત સમાચાર