રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત26 ફેબ્રુઆરી, 2026| Super Admin

સાણંદ GIDCમાં પ્રીમિયમ હોટલ બનાવવા માટે પ્લોટની હરાજી પૂર્ણ, 5 એકર જેટલી જમીન ડેવલપરને ફાળવાઇ


(જી.એન.એસ) તા. ૨૬

ગાંધીનગર,

ચાર વર્ષમાં નિર્માણકાર્યની જોગવાઇ, સાણંદ ઔદ્યોગિક વિસ્તારમાં ઉદ્યોગોને મળતી સુવિધાઓમાં વધારો
**
ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્ર અને ઔદ્યોગિક ઇકોસિસ્ટમના વિકાસ માટે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ

સાણંદ ઔદ્યોગિક વસાહતમાં કાર્યરત નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓ માટે સુવિધાઓમાં વધારો કરવાના ઉદ્દેશથી, હોટલ નિર્માણ માટે પ્લોટની હરાજી પૂર્ણ કરવામાં આવી છે. સાણંદ-2 ઔદ્યોગિક વસાહતમાં 20168.54 ચોરસ મીટર (અંદાજિત 5 એકર) જેટલો પ્લોટ વિશેષ રીતે પ્રીમિયમ હોટલ નિર્માણ માટે રિઝર્વ કરવામાં આવ્યો હતો જેની હરાજી 22 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ કરવામાં આવી છે.

આ ઇ-હરાજીમાં મહત્તમ બીડ સાથેના ડેવલપરને નિયમોનુસાર પ્લૉટની ફાળવણી કરવામાં આવી છે. 3 થી 5 સ્ટાર હોટલના નિર્માણની કામગીરી શરૂ કરવા માટે કંપનીને ચાર વર્ષનો મોરિટોરિયમ પીરિયડ આપવામાં આવ્યો છે. આ હોટલ સિવાય સાણંદ ઔદ્યોગિક વસાહતની 3 કિલોમીટર નજીક એક ફાઇવ સ્ટાર હોટલ નિર્માણની કામગીરી પણ પ્રગતિમાં છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ સાણંદ ઔદ્યોગિક વસાહતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી માઇક્રોન ટેક્નોલોજીના અદ્યતન સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ કરાવશે. આ પ્રકારની વિવિધ મલ્ટીનેશનલ કંપનીઓની હાજરી હોવાથી, અહીં મુલાકાતે આવતા ડેલિગેટ્સ અને કર્મચારીઓને રહેવા માટે આ હોટલની સુવિધા મહત્વપૂર્ણ બનશે. રાજ્યમાં ઉદ્યોગોની જરૂરિયાતને અનુરૂપ સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ માટે પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સઘન પ્રયાસો ચાલી રહ્યા છે.

સાણંદ ઔદ્યોગિક વસાહતમાં ઉદ્યોગોની સુવિધા માટે અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવ્યવસ્થિત કનેક્ટિવિટી હોવાથી ઉદ્યોગોનો સતત વિકાસ થઇ રહ્યો છે. અત્યારે સાણંદ ઔદ્યોગિક વસાહતમાં 1150 ઔદ્યોગિક એકમો કાર્યરત છે. સાણંદમાં મહિલાઓ માટે સમર્પિત મહિલા ઔદ્યોગિક પાર્ક બનાવવામાં આવ્યો છે, જેના દ્વારા મહિલાઓને સશક્ત બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે ઉદ્યોગો માટે અનુકૂળ નીતિઓ બનાવીને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસના વિઝનને ચરિતાર્થ કર્યું છે.



Source link

સંબંધિત સમાચાર