રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત30 જૂન, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ કે.દવેના માર્ગદર્શન હેઠળ કચેરીના માઈન્સ સુપરવાઈઝર્સ દ્વારા દિવસ રાત ચેકીંગ: ભૂમાફિયાઓ માટે છટકબારી મુશ્કેલ

ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ કે.દવેના માર્ગદર્શન હેઠળ કચેરીના માઈન્સ સુપરવાઈઝર્સ દ્વારા દિવસ રાત ચેકીંગ: ભૂમાફિયાઓ માટે છટકબારી મુશ્કેલ

હ્યુન્ડાઈ કંપનીનું એક્સેવેટર મશીન સહિત કુલ ૦૩ વાહનો મળી આશરે કુલ ૧.૨૦ કરોડનો મુદ્દામાલ જપ્ત

(જી.એન.એસ) તા. 30

ગાંધીનગર,

કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી દ્વારા સરકારશ્રીની મહેસુલી આવક વધે તથા બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ કરતા ઈસમો સામે દંડકીય રકમની વસુલાત કરી સરકારશ્રીની રોયલ્ટીની આવકમાં વધારો થાય તે હેતુથી અત્રેની કચેરીની ક્ષેત્રિય ટીમ સતત ચેકિંગ અંગેની કામગીરી કરતા અત્રેની કચેરીના માઈન્સ સુપરવાઈઝરશ્રી દ્વારા મોજે. વૈષ્ણોદેવી સર્કલ તા.જી.ગાંધીનગર પાસેથી  ડમ્પર નં GJ-02-ZZ-2100 દ્વારા રોયલ્ટી પાસ વગર સાદીરેતી ખનિજના બિન અધિકૃત વહન, ટીંટોડા ગાંધીનગર પાસેથી   ડમ્પર નું DD-01-P-9857 માં સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ વહન કરતા પકડવામાં આવેલ.

વધુમાં  કચેરીના માઈન્સ સુપરવાઈઝરશ્રી દ્વારા રાત્રીના સમયે આશરે ૦૪:૦૦ વાગ્યાના સુમારે બાસણ ખાતે સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરતા ૦૧ હ્યુન્ડાઈ કંપનીનું એક્સેવેટર મશીન જેનો મોડેલ નં. Excavator R2151. જેનો પીન નં HYNDN635KE0070620L બંધ હાલતમાં જોવા મળેલ જેને આગળની તપાસ અન્વયેની કામગીરી માટે સીઝ કરવામાં આવેલ.

આમ કુલ ૦૩ વાહનો/મશીનની આશરે કુલ ૧.૨૦ કરોડ અને ખનિજ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. તેમજ બિનઅધિકૃત ખોદકામ કરેલ સાદીરેતી ખનિજના ખાડાના જથ્થાની માપણી કરી દંડકીય રકમની વસુલાત અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉપરોક્ત જપ્ત કરેલ મશીનના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીંગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.



Source link

સંબંધિત સમાચાર