બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાનું નિધન થયું છે. તેમણે ૩૦ ડિસેમ્બરના રોજ વહેલી સવારે ઢાકાની એવરકેર હોસ્પિટલમાં ૮૦ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા, પરંતુ ગઈકાલે રાત્રે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ. તેમની અચાનક તબિયત બગડતા ઢાકાની એવરકેર હોસ્પિટલમાં હંગામો મચી ગયો. ખાલિદા ઝિયાની તબિયત બગડતી હોવાના સમાચાર ફેલાતાં જ બીએનપીના સમર્થકો અને નેતાઓ હોસ્પિટલની બહાર ભેગા થવા લાગ્યા. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના વેરિફાઇડ ફેસબુક પેજ પર એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, "ખાલિદા ઝિયાનું નિધન સવારે લગભગ 6 વાગ્યે, ફજરની નમાઝ પછી થયું." ખાલિદા ઝિયા બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડા પ્રધાન હતા. તેમણે બીએનપી (બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પાર્ટી)નું પણ નેતૃત્વ કર્યું હતું. બીએનપી મીડિયા સેલના સત્તાવાર ફેસબુક પેજ પર તેમના મૃત્યુની જાહેરાત કરવામાં આવી હતી.
- હોમ
- /આંતરરાષ્ટ્રીય
- /બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાનું ૮૦ વર્ષની વયે અવસાન
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાનું ૮૦ વર્ષની વયે અવસાન

સંબંધિત સમાચાર
આંતરરાષ્ટ્રીયઅલાસ્કામાં ચાર્ટર વિમાન ક્રેશ, સવાર તમામ આઠ લોકોના મોત
1 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયમિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીર બાંગ્લાદેશના નવા રાષ્ટ્રપતિ બન્યા
1 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયપેરુમાં 6.7 તીવ્રતાનો ભયાનક ભૂકંપ, લોકો ઘરની બહાર દોડ્યા
1 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયઇમરાન ખાનને અદિયાલા જેલમાંથી શિફા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
1 દિવસ પહેલા
