ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને મહેસાણા ટાઉનહોલ ખાતે અર્બન ડેવલપમેન્ટ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઋષિકેશ પટેલના હસ્તે મહાનગરપાલિકા વિસ્તારમાં રૂપિયા 112.21 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મહાનગરપાલિકાની વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી આ ઉપરાંત અર્બન ડેવલપમેન્ટ એક્શન પ્લાન બુકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મહેસાણા નગરજનોએ જોયેલું મનમોહક મહેસાણાનું સ્વપ્ન હવે સાકાર થશે. મહાનગરપાલિકા વિસ્તારમાં આજે રૂપિયા 112 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થયું છે, જેનો લાભ શહેરીજનોને મળશે. આગામી દિવસોમાં મહેસાણામાં બાગ બગીચા ડેવલપમેન્ટ, રોડ રસ્તા, તળાવ બ્યુટીફિકેશન સહિતના વિવિધ વિકાસ કામો હાથ ધરાશે અને જેનો લાભ આ શહેરની જનતાને મળશે. વધુમાં જણાવતા કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2014 માં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું.જેના પરિણામે સ્વચ્છતા અભિયાન આજે જન અભિયાન બન્યું છે. તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ, સુરત અને ગાંધીનગરને ઇનામો પણ મળ્યા છે ત્યારે ઉપસ્થિતોને સ્વચ્છતા જાળવવા અને તંત્રને સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં રૂપિયા 112.21 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#investment#Health Minister#cleanliness campaign#Mehsana Municipal Corporation#Hrishikesh Patel#Development Works Inauguration#Urban Development Year 2025#Municipal Website#Mobile App Launch#Prime Minister Narendra Modi's Initiative
સંબંધિત સમાચાર
મહેસાણાવડનગરના સુલીપુર ગામેથી શેરબજારમાં રોકાણના નામે રૂ. ૧૨ કરોડથી વધુના બેનામી ટ્રાન્ઝેક્શન આચરતી છેતરપિંડી ગેંગના ત્રણ સાગરીતો ઝડપાયા
12 કલાક પહેલા
મહેસાણાઊંઝા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા: ભેળસેળયુક્ત ખોળના વિવાદ બાદ 5 ગોડાઉનમાં તંત્રના દરોડા, કરોડોનો જથ્થો સીઝ
5 દિવસ પહેલા
મહેસાણાઊંઝા ગંજબજારમાં ઈસબગુલમાં જીએસટી દર શૂન્ય ટકા કરતા વેપારીઓમાં ખુશી
1 અઠવાડિયા પહેલા
