રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત17 એપ્રિલ, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પશ્ચિમ બંગાળ ફરજ દરમિયાન હૃદયરોગનો હુમલો થતાં બીએસએફ જવાનનું નીપજ્યું મોત

પશ્ચિમ બંગાળ ફરજ દરમિયાન હૃદયરોગનો હુમલો થતાં બીએસએફ જવાનનું નીપજ્યું મોત

આર્મી જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઑનર અપાયું, રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિધિ

(જી.એન.એસ) તા. 17

અરવલ્લી,

પશ્ચિમ બંગાળ ફરજ દરમિયાન માલપુરનાં લાલપુરનાં BSF જવાનનું હૃદયરોગથી મોત નીપજ્યું હતું. આર્મી જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઑનર આપી રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિધિ કરાઈ છે. સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ, જિ.પં. પ્રમુખ, તા.પં. પ્રમુખ, તાલુકા BJP પ્રમુખ સહિતનાં અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ આપી દુ:ખ વ્યક્ત કર્યું હતું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લાનાં માલપુર તાલુકાનાં લાલપુર ગામનાં વતની બાબુભાઈ હીરાભાઈ ખાંટ બીએસએફ જવાન તરીકે પશ્ચિમ બંગાળમાં ફરજ બજાવતા હતા. દરમિયાન, બાબુભાઈને હૃદયરોગનો હુમલો થતાં તેમનું મોત નીપજ્યું હતું. બાબુભાઈનાં નશ્વર દેહને વતન લાલપુર લવાયો હતો. જ્યાં આર્મી જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સન્માન સાથે બાબુભાઈની અંતિમ વિધિ કરાઈ છે.

તેમજ આ બાબતે મીડિયા સૂત્રો થકી પ્રાપ્ત માહિતી અનુસાર, અંતિમવિધિમાં સાબરકાંઠા સંસદ શોભના બારૈયા, અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા ડામોર, તા. પં. પ્રમુખ ભાગ્યશ્રી પંડ્યા અને તા. મંડળ પ્રમુખ ભાર્ગવ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. ફરજ પર તહેનાત આર્મી જવાનના મૃત્યુથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે, સ્થાનિક નેતા અને લોકોએ પરિવારજનોને સાંત્વના આપી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર