રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત27 જાન્યુઆરી, 2026| Super Admin

BISAG ની વંદે ગુજરાત ચેનલ મારફતે ‘’શાળા સલામતી સપ્તાહ’’ અંતર્ગત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓના બાળકોને આપત્તિ અંગે સમજ તથા આપત્તિથી બચવા માટેના પ્રયાસો અંગે જાગૃત કરાશે


(જી.એન.એસ) તા. ૨૭

ગાંધીનગર,

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા વર્ષ-૨૦૧૫ થી દર વર્ષે ગુજરાત શાળા સલામતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ચાલુ વર્ષ-ર૦ર૬ના ‘’શાળા સલામતી સપ્તાહ’’ કાર્યક્રમની ઉજવણીનો શુભારંભ તા. ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ BISAG ની વંદે ગુજરાત ચેનલ મારફતે કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિડીયો મેસેજના માધ્યમથી શાળા સલામતી સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના રાજ્ય મંત્રી શ્રી સંજયસિંહ મહિડા દ્વારા વિડીયો સંદેશના માઘ્યમથી ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિષયક માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.

‘શાળા સલામતી સપ્તાહ’ દરમિયાન સતત એક અઠવાડિયા સુઘી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં બાળકોને આપત્તિ અંગેની સમજ તથા આપત્તિથી બચવા માટેની પ્રયુક્તિ વગેરે જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. જેમાં સંભવિત જોખમોના ચાર્ટ, પોસ્ટર, IEC ઓડિયો-વિડીયોના માઘ્યમથી સમજ આ૫વી, પુર, આગ, અકસ્માત, ભુકં૫ જેવી હોનારતોની સમજ આ૫વી, નિબંધ, ચિત્ર, વકતૃત્વ સ્પાર્ઘાનું આયોજન, શોઘ અને બચાવ-પ્રાથમિક સારવાર અંગેની માહિતી-નિર્દેશન, ડેમોસ્ટ્રેશન, મોકડ્રીલનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે BISAG સ્ટુડીયો ખાતે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી જયંતિ રવિએ ડીઝાસ્ટર મેનેજમેન્ટ બાબતે રાજ્યના તમામ જિલ્લાઓની શાળાના બાળકોને આ વિષયમાં જાગૃતિ કઇ રીતે લાવવી તે અંગે ઉદાહરણો આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે BISAG સ્ટુડીયો ખાતે જીએસડીએમએના નિયામકશ્રી, શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ ઉપરાંત પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ, આચાર્યશ્રીઓએ આ કાર્યક્રમ વંદે ગુજરાત ચેનલ ૫ર નિહાળ્યો હતો.



Source link

સંબંધિત સમાચાર