રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત2 સપ્ટેમ્બર, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી ૨૩૩ આંગણવાડી કેન્‍દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે


(જી.એન.એસ) તા. 2

ગાંધીનગર,

મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે આવતીકાલ તા. ૨ સપ્ટેમ્બરે ૨૩૩ આંગણવાડી કેન્‍દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગાંધીનગર ખાતેથી કરાશે. મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત ગુજરાતના નાના ભૂલકાંઓને પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે પોષણ મળી રહે તે હેતુસર રાજ્યભરમાં આંગણવાડી કેન્‍દ્રો કાર્યરત કરવામાં આવ્યાં છે.

મંત્રીશ્રીના હસ્તે આંગણવાડીની કામગીરીને વધુ સક્ષમ બનાવવા માટે રૂ. ૩૭.૪૮ કરોડના ખર્ચે ૧ સેજા કચેરી, ૧ ઘટક કચેરી અને ૨૩૩ આંગણવાડી કેન્‍દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત  ગાંધીનગર ખાતેથી કરવામાં આવશે. ગુજરાતમાં પરંપરાગત પદ્ધતિથી અને GSPCના CSR ભંડોળ અંતર્ગત Light Guage Steel Frame (LGSF) ટેક્નોલોજીના ઉપયોગથી નવનિર્મિત આંગણવાડી કેન્‍દ્રોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.



Source link

સંબંધિત સમાચાર