રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય10 જૂન, 2025| Super Admin

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લેતા ફિનલેન્ડના રાજદૂત શ્રી કિમ્મો લાહદેવીર્તા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લેતા ફિનલેન્ડના રાજદૂત શ્રી કિમ્મો લાહદેવીર્તા

સ્ટાર્ટાપ કો-ઓપરેશન – સ્કીલિંગ – એજ્યુકેશન અને રીન્યુએબલ એનર્જી તથા સસ્ટેઈનેબિલિટીના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગની તત્પરતા

(જી.એન.એસ) તા. 10

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારતમાં ફિનલેન્ડના રાજદૂત શ્રી કિમ્મો લાહદેવીર્તાએ ગાંધીનગરમાં લીધી હતી.

ફિનલેન્ડમાં ગુજરાતના ઉદ્યોગ-રોકાણકારોને વેગ આપવા સાથે ફિનલેન્ડ-ભારત, ગુજરાત વચ્ચે એજ્યુકેશન, સસ્ટેઈનેબિલિટી અને ડેવલોપમેન્ટ માટેના પ્રયાસો વેગવાન બનાવવા ફિનલેન્ડની કોન્સ્યુલેટ ઓફિસ અમદાવાદમાં કાર્યરત કરવામાં આવી છે અને શ્રી કુલીન લાલભાઈની માનદ કોન્સ્યુલેટ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

ફિનલેન્ડના રાજદૂત આ સંદર્ભમાં તેમના પ્રતિનિધિ મંડળ સાથે ગુજરાતની મુલાકાતે આવેલા છે અને તેમણે શ્રી કુલીન લાલભાઈ અને તેમના પ્રતિનિધિ મંડળ સાથે મુખ્યમંત્રીશ્રીની શુભેચ્છા મુલાકાત બેઠક યોજી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ફિનલેન્ડે હેપીનેસ ઇન્ડેક્સ અને સ્કૂલ એજ્યુકેશનમાં જે સિદ્ધિ મેળવી છે તે વિશે જાણવામાં અને ફિનલેન્ડમાં કાર્યરત ફિનિશ સ્કૂલ સિસ્ટમનો અભ્યાસ કરવામાં ગુજરાતની ઉત્સુકતા દર્શાવી હતી.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની લીડરશીપમાં ગુજરાત આજે એજ્યુકેશન અને સ્ટાર્ટઅપ સેક્ટરમાં અગ્રેસર છે. સ્ટાર્ટઅપને ફંડિંગ અને માર્કેટ સપોર્ટ આપીને આત્મનિર્ભર બનાવવા સરકાર સહયોગ કરે છે.

ફિનલેન્ડ પણ સ્કિલિંગ અને એજ્યુકેશનના ક્ષેત્રોમાં જે તજજ્ઞતા ધરાવે છે તેનો લાભ રાજ્યના સ્ટાર્ટઅપને સ્કેલઅપ કરવામાં મળે તે માટે ગુજરાત-ફિનલેન્ડ વચ્ચે સ્ટાર્ટઅપ કો-ઓપરેશનમાં તેમણે રસ દાખવ્યો હતો.

ફિનલેન્ડના રાજદૂતે પણ ગુજરાતે રિન્યુએબલ એનર્જી, ગ્રીન ટ્રાન્ઝિશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે ઇકો સિસ્ટમ ઊભી કરી છે તેની સરાહના કરી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં ૧૦ જેટલી ફિનિશ કંપનીઝ કાર્યરત છે અને અન્ય કંપનીઓએ રોકાણ- કારોબાર માટે ઉત્સુકતા વ્યક્ત કરી છે.

તેમણે ગુજરાતની તેમની આ મુલાકાતને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે, અમદાવાદમાં ફિનલેન્ડની કોન્સ્યુલેટ ઓફિસ કાર્યરત થતાં ગુજરાત-ફિનલેન્ડના સંબંધોમાં નવું પ્રકરણ ઉમેરાયું છે.

આ મુલાકાત બેઠક દરમિયાન ગુજરાત-ફિનલેન્ડ વચ્ચે રિન્યુએબલ એનર્જી, સ્કીલિંગ, સ્ટાર્ટાપ કો-ઓપરેશન અને એજ્યુકેશનના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગથી આગળ વધવાની દિશામાં ફળદાયી પરામર્શ થયો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રીન એનર્જી, રીન્યુએબલ એનર્જી ઉપરાંત એનર્જી સ્ટોરેજમાં પણ ફીનલેન્ડ આગળ વધી શકે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા, ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપ તેમજ અગ્રણીઓ જોડાયા હતા.



Source link

સંબંધિત સમાચાર