રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય31 મે, 2025| Super Admin

અમેરિકાના ફ્લોરિડામાં ડૉલરની જગ્યાએ સોના-ચાંદીના સિક્કા દ્વારા પણ ચૂકવણી કરી શકાશે

અમેરિકાના ફ્લોરિડામાં ડૉલરની જગ્યાએ સોના-ચાંદીના સિક્કા દ્વારા પણ ચૂકવણી કરી શકાશે

એકબાજુ સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટો કરન્સીને લીગલ ટેન્ડર બનાવી શકાય કે નહીં તેવી મથામણ ચાલી રહી

(જી.એન.એસ) તા. 30

ફ્લોરિડા,

 અમેરિકાના ફલોરિડાના ગવર્નર રોન ડિસેન્ટિસે  સીબી/એચબી 999 તરીકે ઓળખાતા કાયદાને મંજૂરી આપી છે. ફલોરિડાના રહેવાસીઓ હવે ડોલરની ગરજ વિના સોના કે ચાંદીના સિક્કા દ્વારા રોજિંદા વ્યવહારો નિપટાવી શકશે. તેને પગલે હવે  એપોપ્કા ખાતે મીડિયાને સંબોધન કરતાં ડિસેન્ટિસે કહ્યું હતું કે આ કાયદાને કારણે હવેથી મની સર્વિસિંગ કંપનીઓ સોના-ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં પેમેન્ટ પ્રોસેસ કરી શકશે અને સ્વીકારી શકશે.

આ બાબતે વધુમાં, ડિસેન્ટિસે કહ્યું હતું કે ફલોરિડા અમેરિકાનું સૌથી પહેલું એવું મોટું રાજ્ય છે જેણે આ બાબતે પહેલ કરી છે. તેમણે કહ્યું હતું કે યુનાઈટેડ સ્ટેટ્સના બંધારણ અનુસાર કોઈ રાજ્યને આવો  નિર્ણય કરવાનો સંપૂર્ણ અધિકાર છે. આ કાયદા થકી મની સર્વિસિસ કંપનીઓ નિશ્ચિત કરાયેલા માપદંડો પ્રમાણેની શુદ્ધતા ધરાવતાં હોય તેવા સોના-ચાંદીના સિક્કાને પેમેન્ટની જેમ સ્વીકારી શકશે. તેને સેલ્સ ટેક્સમાંથી મુક્તિ પણ મળશે. 

ડિસેન્ટિસના મતે આ કાયદાથી લોકોને ડોલરનો વિકલ્પ મળશે. તેમના મતે ફેડરલ શાસન મતલબ કે હાલની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારની નાણાં નીતિઓ તથા ફૂગાવા જેવાં પરિબળોને કારણે ડોલર નબળો પડી શકે છે. આ નીતિથી ફલોરિડાના રહેવાસીઓને ડોલ નાં ઘસારાના જોખમો સામે રક્ષણ મળશે. તેમણે જણાવ્યું હતું કે કરન્સીની  બાબતમાં ફેડરલના એકાધિકાર સામે આવું પગલું લેવા માટે એક સ્ટેટને અમેરિકી બંધારણ અનુસાર પૂરેપૂરો અધિકાર છે. 



Source link

સંબંધિત સમાચાર