રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય24 મે, 2025| Super Admin

જાપાનમાં ચોખાની ગંભીર કટોકટી ભાવ બમણા થયા; ખાદ્યાન્ન મંત્રીએ ત્યાગપત્ર આપ્યું

જાપાનમાં ચોખાની ગંભીર કટોકટી ભાવ બમણા થયા; ખાદ્યાન્ન મંત્રીએ ત્યાગપત્ર આપ્યું

(જી.એન.એસ) તા. 24

ટોક્યો,

છેલ્લા ઘણા સમયથી જાપાનમાં ચોખાની સખત ગંભીર કટોકટી ઊભી થઈ છે. શુક્રવારે તા. ૨૩ મેના દિવસે પ્રસિદ્ધ કરાયેલા મોંઘવારીના આંકડા ઉપરથી જાણવા મળ્યું છે કે ગત વર્ષના પ્રમાણમાં આ વર્ષે ચોખાની કિંમતમાં ૯૮ ટકા વધારો થયો છે, એટલે કે ભાવ લગભગ બમણાં થઈ ગયા છે. આ કટોકટી હલ ન થઈ શકતાં ખાદ્યાન્ન મંત્રીને ત્યાગપત્ર આપવું પડયું છે સાથે વડાપ્રધાન શિગેરૂ ઈશિબા માટે આ કટોકટી માથાનો દુ:ખાવો બની ગઈ છે.

આ અચાનક ભાવ વૃદ્ધિનાં ૪ મુખ્ય કારણો છે (૧) પહેલું કારણ તે છે કે, ૨૦૨૩માં રેકોર્ડ ગરમીને લીધે ચોખાનું ઉત્પાદન ઘટી ગયું છે. (૨) બીજું કારણ તે છે કે ૨૦૨૪માં ભૂકંપની ચેતવણીથી લોકોએ ગભરાટમાં મોટા પાયે ચોખાની ખરીદી શરૂ કરી હતી. જાપાનમાં મુખ્ય ખાદ્યાન્ન જ ચોખા છે. તેથી તેનો સંગ્રહ કરવા પડાપડી થઈ હતી. (૩) વધુ કારણ તે છે કે જાપાનમાં પર્યટકોની સંખ્યા ખૂબ વધી છે. તેઓ ચોખા અને સુશીની ડીશ બીજી કોઈ પણ ડીશ કરતાં વધુ પસંદ કરે છે તેથી ચોખાની માંગ વધી જતાં ભાવ વધી જાય તે સહજ છે. વળી સંઘરાખોરી પણ થાય છે.

જાપાનમાં સરકારે જ ચોખાને બદલે અન્ય ફસલ ઉગાડવા ઉપર ભાર મુક્યો છે તેથી ચોખાનું ઉત્પાદન ઘટયું છે. ચોખા ઉગાડનાર ખેડૂતો વૃદ્ધ થઈ ગયા છે, તેના પુત્રોને ખેતીમાં રસ નથી તેથી ચોખાનું વાવેતર જ ઘટયું છે. ૬૦ ટકા ખેડૂતો વૃદ્ધ થઈ ગયા છે. ૭૦ ટકાને તો કોઈ તેવો ઉત્તરાધિકારી નથી કે જે ખેતી સંભાળવા તૈયાર થાય. ૯૦ વર્ષના ચોખાના વેપારી જેઓ ત્રણ પેઢીથી જથ્થાબંધ ચોખાની દુકાન ચલાવે છે તેમણે કહ્યું હતું કે જાપાની અધિકારીઓ જ ચોખાનું ઉત્પાદન કરવાને બદલે અન્ય અનાજનું ઉત્પાદન કરવા કહેતા હતા તેથી ચોખાનું ઉત્પાદન ઘટયું છે. આવા મુખ્ય કારણોસર ચોખાની તંગી ઉભી થઈ છે.



Source link

સંબંધિત સમાચાર