રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત20 મે, 2025| Super Admin

ગુજરાત એટીએસ દ્વારા સાયબર ટેરેરિઝમના ગુનામાં 2ની ધરપકડ

ગુજરાત એટીએસ દ્વારા સાયબર ટેરેરિઝમના ગુનામાં 2ની ધરપકડ

(જી.એન.એસ) તા. 20

અમદાવાદ,

22 એપ્રિલના રોજ, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારતમાં રહેતા પાકિસ્તાની જાસૂસો પર કાર્યવાહી વધુ તીવ્ર બની છે. પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં હરિયાણાની યૂટ્યૂબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઇ છે. ગુજરાત એટીએસને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. ગુજરાત એટીએસે નડીયાદથી બે શંકાસ્પદ સાયબર ટેરરિસ્ટની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા સાયબર ટેરરિસ્ટની ઓળખ જસીમ અંસારી તરીકે થઈ છે. આ બંને આતંકીઓ જેહાદી માનસિકતા ધરાવતા હતા. 

આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુજરાત એટીએસે નડીયાદ પાસેથી બે યુવકોની ધરપકડ કરી છે. એટીએસના અનુસાર પકડાયેલા યુવકોને ઓપરેશન સિંદૂર દરમિયાન આધાર કાર્ડની વેબસાઇટ પર સાઇબર એટેક કર્યો હતો. આ માટે તેમણે મહત્ત્વપૂર્ણ વેબસાઇટને હેક કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ યુવકોએ ભારત સરકારની ઘણી વેબસાઇટને ટાર્ગેટ કરી હતી. બંને આતંકીઓએ યુટ્યુબ અને અન્ય પ્લેટફોર્મની મદદથી હેકિંગ શીખ્યા હતા. તેઓ ભારતમાં જ સાયબર ગુનાઓમાં સંડોવાયેલા હતા. 

એટીએસે જસીમ અંસારી અને તેના ભાઇની ધરપકડ કરી છે. એટીએસના અનુસાર ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત વિરોધી ગ્રુપમાં જોડાઇને સરકારી વેબસાઇટ ટાર્ગેટ કરવાનો આરોપ છે. એટીએસ તપાસ કરી રહી છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતનો કોઇ ડેટા પાકિસ્તાન સાથે કરવામાં આવ્યો છે કે નહી. બંને આરોપી ગુજરાતના રહેવાસી છે. 



Source link

સંબંધિત સમાચાર