રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
રાષ્ટ્રીય16 મે, 2025| Super Admin

ગુજરાતનો એક જીરુંનો વેપારી યુપીના પ્રયાગરાજથી દિલ્હી જતાં બસમાં લૂંટાયાની ઘટના

ગુજરાતનો એક જીરુંનો વેપારી યુપીના પ્રયાગરાજથી દિલ્હી જતાં બસમાં લૂંટાયાની ઘટના

(જી.એન.એસ) તા. 16

કૌશામ્બી,

 ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં અચાનક હાઇવે પર 500 રૂપિયાની નોટો ઉડતી જોવા મળતા લોકોની ભીડ એકઠી થઈ ગઈ. બધાને એવું લાગ્યું કે, ક્યાંકથી નોટોનો વરસાદ થઈ રહ્યો છે. રસ્તા પર ફેલાયેલી નોટો જોઈને લોકોએ પોતાના જીવ જોખમમાં મુકીને નોટો લૂંટવાનું શરૂ કરી દીધું હતું. મળતી માહિતી પ્રમાણે આ નોટો એક વેપારીની લૂંટ  થયા પછી રસ્તા પર વેરવિખેર ફેલાયેલી જોવા મળી હતી. 

આ સમગ્ર મામલે આ અંગે પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હાઇવે પર આવેલા ઢાબા પર એક વેપારીની થયેલી લૂંટનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે લૂંટ ત્યારે થઈ જ્યારે વેપારીઓ હાઇવેની બાજુમાં આવેલા એક ઢાબા પર કંઈક ખાવા માટે બસમાંથી ઉતરી રહ્યા હતો.

આ ઘટના બાબતે પોલીસના જણાવ્યા પ્રમાણે લૂંટાયેલા વેપારીનું નામ ભાવેશ હોવાનું જાણવા મળ્યું છે. તે વારાણસીથી દિલ્હી જતી લક્ઝરી બસમાં મુસાફરી કરી રહ્યો હતો. જ્યારે વેપારીને લૂંટવામાં આવ્યો ત્યારે તેની પાસે લગભગ 10 લાખ રૂપિયા હતા. બસ ઢાબા પર ઉભી રહેતાની સાથે જ બદમાશો વેપારીની બેગ લઈને ભાગી ગયા.

ઢાબા પરથી ભાગતી વખતે હાઇવે પર ગુનેગારોની બેગમાંથી કેટલીક નોટો રસ્તા પર પડી ગઈ હતી. રસ્તા પરથી પસાર થતા લોકોને ખબર પડી કે, 500 રુપિયાની અસલી નોટો રસ્તા પર વિખરાયેલી છે, ત્યારે લોકો પોતાનો જીવ જોખમમાં મકીને નોટો ઉપાડવા માટે હાઇવેની વચ્ચે પહોંચી ગયા હતા. નોટો લૂંટવાનો પ્રયાસ કરતા લોકોનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા પર વિખરાયેલી નોટો ઉપાડવા માટે કેટલા લોકો અહીં-ત્યાં દોડી રહ્યા છે.

એક વેપારીની લૂંટની માહિતી મળતાં કોખરાજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વેપારીની પૂછપરછ કર્યા પછી કેસની તપાસ શરૂ કરી હતી. આ અંગે વેપારીએ જણાવ્યું કે, તેની એક બેગમાં 8 થી 10 લાખ રૂપિયા હતા. પોલીસનું કહેવું છે કે, આ લૂંટની ઘટના નથી. પૈસા ભરેલી બેગ પડી જવાની ઘટના બની છે, જેમાં લગભગ દોઢ લાખ રૂપિયા હાઇવે પર વેરવિખેર થઈ ગયા હતા. પોલીસ હાલમાં સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા પછી જ ખબર પડશે કે આ લૂંટનો મામલો હતો કે, વેપારીની બેદરકારીને કારણે આ નોટો હાઇવે પર વેરવિખેર થઈ ગઈ હતી.



Source link

સંબંધિત સમાચાર