રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય9 મે, 2025| Super Admin

ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર અમેરિકાના ઉપ પ્રમુખ  જેડી વાન્સની મોટી ટિપ્પણી: ‘આપણાથી કોઈ લેવાદેવા નથી, અમેરિકા તેમાં દખલ કરશે નહીં’

ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર અમેરિકાના ઉપ પ્રમુખ  જેડી વાન્સની મોટી ટિપ્પણી: ‘આપણાથી કોઈ લેવાદેવા નથી, અમેરિકા તેમાં દખલ કરશે નહીં’

(જી.એન.એસ) તા. 09

વોશિંગ્ટન,

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતાં અમેરિકાના ઉપ પ્રમુખ જે.ડી. વેન્સે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ‘ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકા સામેલ નહીં થાય. અમારે યુદ્ધ સાથે કોઈ લેવા દેવા નથી.’

એક ટીવી ઈન્ટરવ્યૂમાં જે.ડી. વેન્સે આ નિવેદન આપ્યું. કાશ્મીરના પહલગામમાં મોટા આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાઈ છે ત્યારે અમેરિકાના ઉપ પ્રમુખનું આ નિવેદન મહત્ત્વપૂર્ણ મનાઈ રહ્યું છે. વિશ્વભરના મોટા ભાગના દેશો ખાસ કરીને મહાસત્તા ગણાતા દેશો તરફથી ભારતને સમર્થન મળતાં પાકિસ્તાનની મુશ્કેલી વધી ગઈ છે.  

વેન્સે કહ્યું હતું કે, ‘અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટાડવા પ્રયત્નો કરી શકે છે, પરંતુ અમારો પ્રયાસ એ છે કે બંને પરમાણુ શક્તિ ધરાવતા દેશો તણાવ ઘટાડવા પ્રયાસ કરે.’

વેન્સને સવાલ કરાયો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત પરમાણુ યુદ્ધ અંગે અમેરિકા કેટલી હદે ચિંતિત છે? તો તેમણે જવાબમાં કહ્યું કે ‘અમને ચિંતા એ વાતની છે કે બંને દેશો પરમાણુ ક્ષમતા ધરાવે છે. તેથી તેમણે સંઘર્ષ ટાળવો જોઈએ. કોઈ મોટી લડાઈથી બચવું જોઇએ.’

વધુમાં વેન્સે જણાવ્યું હતું કે, ‘અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અને વિદેશ મંત્રી માર્કો રુબિયો બંને ઈચ્છે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં ઘટાડો થાય. ભારત પાકિસ્તાન ફરિયાદ કરે છે, પરંતુ અમે બંનેને તણાવ ઘટાડવા પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. અમે યુદ્ધમાં સામેલ થવાના નથી કેમ કે ત્યાં અમારું કોઈ કામ નથી. અમે ન તો પાકિસ્તાન કે ન તો ભારતને હથિયાર ત્યજી દેવા કહી શકીએ.’



Source link

સંબંધિત સમાચાર