રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
આંતરરાષ્ટ્રીય29 એપ્રિલ, 2025| Super Admin

તુર્કીયેના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને ભારત અને પાકિસ્તાનને સંબંધોમાં તણાવ ઓછો કરવા અપીલ કરી

તુર્કીયેના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને ભારત અને પાકિસ્તાનને સંબંધોમાં તણાવ ઓછો કરવા અપીલ કરી

વધુ 1 દેશન નેતાને કંગાળ પાકિસ્તાન પર ઊભરાયો પ્રેમ

(જી.એન.એસ) તા. 29

અંકારા,

તુર્કીયેના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને 22 એપ્રિલ 2025 ના રોજ ભારતના જમ્મુ-કાશ્મીરના પહલગામ પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલાના કારણે ભારત-પાકિસ્તાન સંબંધો વધુ તણાવપૂર્ણ બન્યા છે. તુર્કીયેના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને બંને દેશોને તણાવ ઓછો કરવા અપીલ કરી છે પણ એર્દોગનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તુર્કીના C-130 હર્ક્યુલસ વિમાન દ્વારા પાકિસ્તાનને લશ્કરી સામગ્રી પહોંચાડવાના અહેવાલો સામે આવ્યા છે. 

તુર્કીયેના રાષ્ટ્રપતિ એર્દોગને અંકારામાં કહ્યું હતું કે, ‘પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે તાજેતરમાં આપણા દેશની મુલાકાત લીધી હતી. આ દરમિયાન અમે સંરક્ષણ અને વેપારની સાથે સાથે પાકિસ્તાન સાથેના બહુપક્ષીય સંબંધો પર ચર્ચા કરી. આ સમય સમગ્ર પ્રદેશના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અમે અમારા પ્રદેશમાં કે તેનાથી આગળ કોઈ નવો સંઘર્ષ ઇચ્છતા નથી. અમને આશા છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચે કંઈ ગંભીર ઘટના બને તે પહેલાં તણાવ ઓછો થઈ જશે. અમે પાકિસ્તાની લોકોને અમારું સમર્થન આપીએ છીએ.’

ગયા રવિવારે તુર્કીયેના 6 C-130 હર્ક્યુલસ લશ્કરી વિમાન પાકિસ્તાન પહોંચ્યા, જેનાથી એવી અટકળોને વેગ મળ્યો કે તુર્કીયે પાકિસ્તાનને લશ્કરી સહાય પૂરી પાડી શકે છે. જોકે, તુર્કીયેના સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાનને કોઈ દારૂગોળો મોકલવામાં આવ્યો નથી. લશ્કરી વિમાન નિયમિત સપ્લાય મિશન પર હતા અને તેમાં કોઈ શસ્ત્રો સંબંધિત વસ્તુઓ નહોતી. આમ છતાં, આ વિકાસે પ્રાદેશિક રાજકારણમાં ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે.



Source link

સંબંધિત સમાચાર