રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાજકારણ12 ડિસેમ્બર, 2024| Super Admin

એક દેશ એક ચૂંટણી પ્રસ્તાવને મંજૂરી મળી શિયાળુ સત્ર દરમિયાન જ આ બિલ સંસદમાં રજૂ થઈ શકે

એક દેશ એક ચૂંટણી પ્રસ્તાવને મંજૂરી મળી શિયાળુ સત્ર દરમિયાન જ આ બિલ સંસદમાં રજૂ થઈ શકે

એક દેશ એક ચૂંટણી’ પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વર્તમાન શિયાળુ સત્ર દરમિયાન જ આ બિલ સંસદમાં રજૂ થઈ શકે છે. આ બિલ અંગે તમામ રાજકીય પક્ષોના સૂચનો લેવામાં આવશે. બાદમાં તેને સંસદ દ્વારા પસાર કરવામાં આવશે. આ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં બનેલી સમિતિએ એક દેશ એક ચૂંટણી સંબંધિત રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. ‘એક દેશ, એક ચૂંટણી’ અંતર્ગત લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાશે. રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિના અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે પ્રથમ ચરણમાં લોકસભા અને રાજ્યસભાની ચૂંટણી એકસાથે યોજવી જોઈએ. સમિતિએ ભલામણ કરી છે કે લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાના 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવી જોઈએ. વાસ્તવમાં પીએમ મોદી લાંબા સમયથી ‘એક દેશ, એક ચૂંટણી’ની વકાલત કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ચૂંટણી માત્ર ત્રણ કે ચાર મહિના માટે થવી જોઈએ, આખા 5 વર્ષ સુધી રાજકારણ ન થવું જોઈએ. તેમજ ચૂંટણી પર થતા ખર્ચમાં ઘટાડો થવો જોઈએ અને વહીવટી તંત્ર પર બોજ ન વધવો જોઈએ. ‘એક દેશ, એક ચૂંટણી’નો અર્થ છે કે ભારતના તમામ રાજ્યોની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી જોઈએ.

સંબંધિત સમાચાર