રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત12 એપ્રિલ, 2025| Super Admin

અમદાવાદના ખોખરામાં પરિષ્કર એપાર્ટમેન્ટમાં લાગી આગ, ફાયર વિભાગે 15થી વધુ લોકોને રેસ્ક્યૂ કર્યા

અમદાવાદના ખોખરામાં પરિષ્કર એપાર્ટમેન્ટમાં લાગી આગ, ફાયર વિભાગે 15થી વધુ લોકોને રેસ્ક્યૂ કર્યા

(જી.એન.એસ) તા. 11

અમદાવાદ,

અમદાવાદના ખોખરામાં આવેલા પરિષ્કર એપાર્ટમેન્ટમાં આગ લાગી છે. આ આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાઇ રહ્યા હતા. પરિષ્કર એપાર્ટમેન્ટના ચોથા માળે આ આગનો બનાવ બન્યો હતો. જેમાં રહિશોના જીવ મુસિબતમાં ફસાયા હતા. આગ પર કાબુ મેળવવા માટે મોટી સંખ્યામાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બિગ્રેડના કર્મચારીઓની સાથે રહિશોએ લોકોના જીવ બચાવવામાં મદદ કરી હતી. આ સમયે મહિલાનું દિલ ધડક રેસ્ક્યુ જોવા મળ્યુ હતુ. તો સાથે જ નાના-નાના ભૂલકાઓ પણ ભારે જહેમત બાદ બચાવાયા હતા. કાળા ડિબાંગ ધુમાડાની વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન કરવુ એ ખરેખર મુસીબત પેદા કરે એવુ હતુ.

આ ઘટના બાબતે ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમદાવાદના ખોખરા વિસ્તારમાં આગના બનાવને લઈને ફાયર બ્રિગેડની પાંચ ગાડી તાત્કાલિક સ્થળ પર મોકલી દેવામાં આવી હતી. આગની ઘટનામાં રહેવાસીઓમાં ગભરાટની સ્થિતિ ઊભી થઈ હતી, આ દરમિયાન ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. 

ડિવિઝનલ ફાયર ઓફિસરે ગુજરાત સમાચાર ડિજિટલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘આગની ઘટનામાં કુલ 18 લોકોને ફાયરની ટીમ દ્વારા બચાવી લેવાયા હતા. આગ હવે કાબૂમાં છે અને કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.’ આગામી દિવસોમાં ફાયર વિભાગ એપાર્ટમેન્ટમાં ફાયર સુરક્ષાને લઈને ઓડિટ કરે તેવી શક્યતા છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર