રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત26 માર્ચ, 2025| Super Admin

છેલ્લા એક વર્ષમાં દાહોદ જિલ્લાની આદિજાતિ વિસ્તારની કુલ ૩ બજાર સમિતિઓની સહાય મંજૂર કરાઈ: સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

છેલ્લા એક વર્ષમાં દાહોદ જિલ્લાની આદિજાતિ વિસ્તારની કુલ ૩ બજાર સમિતિઓની સહાય મંજૂર કરાઈ: સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ આદિજાતિ વિસ્તારની ‘અ’ અને ‘બ’ વર્ગની બજાર સમિતિઓને પ્રોજેક્ટ કોસ્ટના ૫૦ ટકા મુજબ તેમજ ‘ક’ અને ‘ડ’ વર્ગને ૭૫ ટકા મુજબ સહાય ચૂકવાય છે

(જી.એન.એસ) તા. 25

ગાંધીનગર,

વિધાનસભા ગૃહમાં સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું જે છેલ્લા એક વર્ષમાં દાહોદ જિલ્લાની આદિજાતિ વિસ્તારની ૩ બજાર સમિતિઓને રાજ્ય સરકાર દ્વારા સહાય મંજૂર કરવામાં આવી છે.

બજાર સમિતિઓની વિગતવાર માહિતી આપતા મંત્રીશ્રીએ કહ્યું કે બજાર સમિતિઓની છેલ્લા ૩ વર્ષની વાર્ષિક આવકના આધારે ‘અ’, ‘બ’, ‘ક’ અને ‘ડ’ એમ ૪ વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. આ અંતર્ગત જે બજાર સમિતીની છેલ્લા ૩ વર્ષની વાર્ષિક આવક રૂ. ૧ કરોડથી ઉપર હોય તે બજાર સમિતિને ‘અ’ વર્ગમાં,

રૂ. ૭૫ લાખથી રૂ.૧ કરોડ સુધી હોય તેમને ‘બ’ વર્ગમાં રૂ. ૫૦ લાખ થી રૂ. ૭૫ લાખ સુધી હોય તેમને ‘ક’ વર્ગમાં અને

જે બજાર સમિતિની છેલ્લા ૩ વર્ષની વાર્ષિક આવક રૂ. ૫૦ લાખથી ઓછી હોય તે બજાર સમિતિને ‘ડ’ વર્ગમાં વર્ગીકૃત કરવમાં આવે છે.

મંત્રીશ્રીએ જણાવ્યું કે બજાર સમિતિઓને તેમના વર્ગના આધારે વિવિધ યોજનાઓમાં સહાય ચુકવવામાં આવે છે.

કિસાન કલ્પવૃક્ષ યોજનામાં આદિજાતી વિસ્તારની ‘અ’ અને ‘બ’ વર્ગની બજાર સમિતિઓને પ્રોજેક્ટ કોસ્ટના ૫૦ ટકા મુજબ તેમજ ‘ક’ અને ‘ડ’ વર્ગની બજાર સમિતિઓને પ્રોજેક્ટ કોસ્ટના ૭૫ ટકા મુજબ સહાય ચુકવવામાં આવે છે. આ ઉપરાંત બજાર સમિતિઓને આધુનિક સગવડો ઉભી કરવા માટે તમામ વર્ગની બજાર સમિતિઓને પ્રોજેક્ટ કોસ્ટના ૧૦૦ ટકા મુજબ રૂ. ૫૦ લાખની મર્યાદામાં સહાય ચુકવવામાં આવે છે.

વધુ વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યની બજાર સમિતિઓ તેમજ તાલુકા-જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘોમાં મોટા કદના વેરહાઉસ ગોડાઉનની સુવિધા ઉભી કરવા માટે તમામ વર્ગની બજાર સમિતિઓને ૫૦૦૦ મે.ટન સુધીના ગોડાઉન બનાવવા માટે રૂ. ૬,૫૦૦ પ્રતિ મેટ્રિક ટન મુજબ પ્રોજેક્ટ કોસ્ટના ૫૦ ટકા સહાય ચુકવવામાં આવે છે.

રાજ્યની બજાર સમિતિઓમાં પ્રોસેસિંગ યુનિટ માટે સહાય આપવાની યોજના અંતર્ગત ‘અ’ અને ‘બ’ વર્ગની બજાર સમિતિઓને પ્રોજેક્ટ કોસ્ટના ૨૫ ટકા લેખે મહત્તમ રૂ. ૧.૫૦ કરોડની મર્યાદામાં તેમજ ‘ક’ અને ‘ડ’ વર્ગની બજાર સમિતીઓને પ્રોજેક્ટ કોસ્ટના ૫૦ ટકા લેખે મહત્તમ રૂ. ૧.૫૦ કરોડની મર્યાદામાં સહાય ચુકવવામાં આવે છે. આ ઉપરાંત         રાજ્યની બજાર સમિતિઓમાં રીટેઇલ આઉટલેટ-કૃષિ મોલ બાંધકામ માટે ‘અ’ અને ‘બ’ વર્ગની બજાર સમિતીઓને પ્રોજેક્ટ કોસ્ટના ૫૦ ટકા લેખે મહત્તમ રૂ. ૨.૦૦ કરોડની મર્યાદામાં તેમજ ‘ક’ અને ‘ડ’ વર્ગ માટે પ્રોજેક્ટ કોસ્ટના ૯૦ ટકા લેખે મહત્તમ રૂ. ૨ કરોડની મર્યાદામાં સહાય ચુકવવામાં આવે છે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર