રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય19 માર્ચ, 2025| Super Admin

નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત

નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત

(જી.એન.એસ) તા. 18

નવી દિલ્હી,

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

ખેડૂતોના કલ્યાણ માટે, ભૂમિની ફળદ્રુપતા માટે, માનવ સ્વાસ્થ્યની સુરક્ષા માટે અને પર્યાવરણના રક્ષણ માટે અનિવાર્ય એવી પ્રાકૃતિક ખેતી પદ્ધતિને રાષ્ટ્રવ્યાપી બનાવવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઘોષણા કરી છે. આગામી તા. પહેલી એપ્રિલથી રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન સમગ્ર દેશમાં અને ગુજરાતમાં પણ અમલી થશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ મિશનના અમલીકરણ માટેની સજ્જતા અને આનુષાંગિક આયોજનથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને માહિતગાર કર્યા હતા.

વિકસિત ભારત@2047 માટે ગુજરાતના વિશ્વવિદ્યાલયોના યુવાનોની સહભાગીતા માટેની માર્ગદર્શક બાબતો તથા પર્યાવરણ રક્ષણ માટે રાજ્યમાં હાથ ધરાયેલી કામગીરી અંગે પણ તેમણે પ્રધાનમંત્રીશ્રી સાથે વિચાર-વિમર્શ કર્યો હતો.

ભારતના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાથેની મુલાકાત દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નશામુક્તિ અભિયાનમાં વિશ્વવિદ્યાલયોના વિદ્યાર્થીઓની સહભાગીતા વિશે વિમર્શ કર્યો હતો. આવનારા ઉનાળાના દિવસોમાં વીજળીની માંગને પહોંચી વળવાના ઉપાય તરીકે વીજબચત ઝુંબેશ અને વીજળીના કરકસરયુક્ત ઉપયોગ માટે લેવાઈ રહેલા પગલાં વિશે પણ તેમણે વાતચીત કરી હતી. બંને મહાનુભાવોને રાજ્યપાલશ્રીએ શુભકામનાઓ પાઠવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર