રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
આંતરરાષ્ટ્રીય15 માર્ચ, 2025| Super Admin

કેનેડાના 24મા વડાપ્રધાન તરીકે માર્ક કાર્નીએ પદ સંભાળ્યું

કેનેડાના 24મા વડાપ્રધાન તરીકે માર્ક કાર્નીએ પદ સંભાળ્યું

કેનેડાનું અમેરિકા સાથેનું વેપાર યુદ્ધ ચરમસીમાએ છે ત્યારે કેનેડામાં નવા વડાપ્રધાને સુકાની સંભાળી છે

(જી.એન.એસ) તા. 15

ટોરન્ટો/ઑન્ટારિઓ,

અમેરિકા સાથે ટેરિફ વૉર વચ્ચે કેનેડાને નવા વડાપ્રધાન મળી ગયા છે. માર્ક કાર્નીએ કેનેડાના 24માં વડાપ્રધાન તરીકે શપણ ગ્રહણ કર્યા છે. માર્ક કાર્નીએ તાજેતરમાં જ અમેરિકા સાથેના ટેરિફ વૉર પર નિવેદન આપ્યું હતું, જેના કારણે તેઓ ખૂબ ચર્ચામાં આવ્યા હતા. માર્ક કાર્ની આ વર્ષે જાન્યુઆરીમાં રાજીનામું આપનાર જસ્ટિન ટ્રુડોની જગ્યાએ કાર્યભાર સંભાળશે.

માર્ક કાર્નીનું નામ બેંકિંગ અને નાણાકીય જગતમાં એક વિશ્વસનીય નેતા તરીકે જાણીતું છે. તેઓએ 2008 થી બેંક ઓફ કેનેડાના વડા તરીકે પણ સેવા આપી છે..તેમણે વૈશ્વિક આર્થિક કટોકટી દરમિયાન દેશની અર્થવ્યવસ્થાને સ્થિર રાખી હતી. 2013માં, તેઓ બેંક ઓફ ઈંગ્લેન્ડના પ્રથમ બિન-બ્રિટિશ ગવર્નર બન્યા અને બ્રેક્ઝિટની આર્થિક અસરોને ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી.

માર્ક કાર્નીએ તેમનું મંત્રીમંડળ ટ્રુડો કરતા નાનું રાખ્યું છે, જેમાં કુલ 24 મંત્રીઓ છે. તેમણે ફ્રાન્કોઇસ-ફિલિપ શેમ્પેનને નાણામંત્રી તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે ડોમિનિક લેબ્લેન્કને આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રાલય સોંપવામાં આવ્યું છે. મેલાની જોલીને વિદેશ સચિવ તરીકે જાળવી રાખવામાં આવ્યા છે, અને ડેવિડ મેકગિન્ટીને જાહેર સલામતીનો હવાલો સોંપવામાં આવ્યો છે. પર્યાવરણ મંત્રી સ્ટીવન ગિલબેલ્ટને કેનેડાના “સંસ્કૃતિ અને ઓળખ” ના નવા પોર્ટફોલિયોમાં ખસેડવામાં આવ્યા છે. તે જ સમયે ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી અનિતા આનંદને સોંપવામાં આવી છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વૉરના કારણે કેનેડા સહિત અનેક દેશો મુશ્કેલીમાં મુકાયા છે. અમેરિકાએ ટેરિફ ઝીંક્યા બાદ કેનેડાએ પણ વળતા પ્રભારના ભાગરૂપે અમેરિકા પર ટેરિફ લાદ્યો છે. આ તમામ ઘટના ક્રમ વચ્ચે ટ્રમ્પ અને કેનેડાના નેતાઓ વચ્ચે શાબ્દિક પ્રહારો પણ થઈ રહ્યા છે, તેથી કાર્ની માટે આ ટેરિફ વૉરનો મુદ્દો મોટો પડકારજનક હશે. આ ઉપરાંત  કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ગંભીર આક્ષેપ કરી સંબંધો બગાડેલા છે, જેને સુધારવા માટે કાર્નીએ પ્રયાસો કરવા પડશે. આમ અમેરિકા, ભારત અને આર્થિક સ્થિરતા વચ્ચે વડાપ્રધાન બનેલા કાર્નીએ ત્રણ મોર્ચે પડકારનો સામનો કરવાનો રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર