રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત22 જાન્યુઆરી, 2026| Super Admin

નવરચિત વાવ-થરાદ જિલ્લામાં રાજ્યકક્ષાના ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી


(G.N.S) Dt. 22

પાલનપુર,

ગુજરાત રાજ્યના ૭૭મા પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે નવરચિત વાવ-થરાદ જિલ્લામાં થવા જઈ રહી છે. આ રાષ્ટ્રીય પર્વની પૂર્વ સંધ્યાએ, એટલે કે ૨૫ જાન્યુઆરીના રોજ સાંજે ૦૬:૦૦ કલાકે, થરાદના મલુપુર સ્થિત હેલિપેડ ગ્રાઉન્ડ (નવી કોર્ટ સામે) ખાતે એક ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ગરિમામય કાર્યક્રમમાં રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી જનમેદનીને સંબોધિત કરનાર છે

કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવશે અને મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે.

આ વેળાએ જિલ્લાની વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવનાર છે, તેની સાથે જિલ્લાની વિકાસ, વિરાસત અને વિશ્વાસનું પ્રતિક વાવ – થરાદ જિલ્લો પરિચય પુસ્તિકાનું વિમોચન રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવશે

આ સાથે જિલ્લામાં પૂર્ણ થયેલા વિવિધ વિકાસલક્ષી કામોનું આ તકે લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં આવશે. જિલ્લામાં રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ ૬૦ મિનિટનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે, જે દેશભક્તિ અને સ્થાનિક સંસ્કૃતિની ઝલક પેશ થનાર છે

આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા તંત્ર દ્વારા મહાનુભાવોને સ્મૃતિચિહ્ન (મોમેન્ટો) અર્પણ કરવામાં આવશે. આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા અને સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ માણવા જિલ્લાના નાગરિકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.



Source link

સંબંધિત સમાચાર