રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત5 નવેમ્બર, 2025| Super Admin

ભારતીયોને થાઈલેન્ડના માર્ગે ગેરકાયદેસર મ્યાનમાર લઈ જઈ સાયબર સ્લેવરી કરાવતી એક ગેંગનો પર્દાફાશ


(જી.એન.એસ) તા. ૫

ગાંધીનગર/પોરબંદર,

આપના દેશના અનેક લોકો ને થાઈલેન્ડના માર્ગે ગેરકાયદેસર મ્યાનમાર લઈ જઈ સાયબર સ્લેવરી કરાવતી એક ગેંગનો પર્દાફાશ ગુજરાત સાયબર સેન્ટર ફોર એક્સેલેન્સ દ્વારા કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે પોરબંદરના હિતેશ સોમૈયા નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી દોઢ વર્ષ બાદ ભારત આવ્યો હોવાનું જણાય છે. 

આ બાબતે સાયબર ક્રાઇમ સેલના SP ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ‘ભારતીયોને થાઇલેન્ડમાં લઈ જવામાં આવતા હતા, ત્યાંથી ગેરકાયદેસર મોઈ નદી ક્રોસ કરાવતા હતા અને ત્યાં જઈને સાયબર ફોડના કામ કરાવતા હતા. જેમાં મ્યાનમારમાં આરોપીઓ એક ઓફિસ ચલાવીને ભારતીય લોકોને ગુલામ બનાવવામાં આવતા હતા.’

SPએ વધુમાં જણાવ્યું કે, આરોપીએ અને અન્ય પરત આવેલા લોકોએ કહ્યું કે થાઇલેન્ડમાં ચાઇનીઝ ડ્રાઇવર લેવા જતો, આ દરમિાયન એમને નદીના રસ્તે પૂછવામાં આવતું કે નોકરી કરશો કે ભારત પરત ફરશો. સમગ્ર રેકેટમાં અલગ-અલગ યુનિટ બનાવવામાં આવતા હતા. જેમાં ભારતીય લોકો દ્વારા એમના ટાર્ગેટ પ્રમાણે કામ કરાવવામાં આવતું હતું. 

AIનો વીડિયો બનાવીને ક્રિપ્ટોમાં ઈન્વેસ્ટમેન્ટ કરાવતા

હોમસેંક કંપની દ્વારા સલૂન, સ્પા, કેસિનોની કોમેન્ટમાં પૈસાદાર લોકોની સ્ટડી કરીને તેમને ટાર્ગેટ કરતા હતા. તેઓ AIનો ઉપયોગ કરીને વીડિયો બનાવી હતા. પછી ફેસબુક દ્વારા સંપર્ક કરીને લોકોને વિશ્વાસમાં લેતા હતા અને ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવતા હતા. 

આરોપી ગેંગ દ્વારા એક પોર્ટલનું અલ્ગોરિથમ સેટ કરવામાં આવ્યું હતું અને લોકો સાથે મોટા પ્રમાણમાં છેતરપિંડી કરતા હતા. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ટુરિસ્ટ વિઝા પર જતાં લોકો જો 21 દિવસ કે મહિનામાં પરત ન આવે તો એમનું ફોલોઅપ લેવાની સલાહ આપવામાં આવી હતી.



Source link

સંબંધિત સમાચાર