રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત27 ઑક્ટોબર, 2025| Super Admin

રાજ્યમાં તા. ૩૧ ઓકટોબરથી ૦૬ નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૫’ની ઉજવણી કરાશે


પડતર ફરિયાદો-કેસોનો નિકાલ, ક્ષમતાવર્ધન કાર્યક્રમો, મિલકત વ્યવસ્થાપન તથા સેવાઓ આપવામાં ડિજિટલ પહેલ જેવી બાબતોનો સમાવેશ

(જી.એન.એસ) તા. 27

ગાંધીનગર,

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે તા. ૩૧ ઓકટોબરથી ૦૬ નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન રાજ્યભરમાં ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૫’ની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત ગત તા. ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫થી લઈને આગામી તા. ૦૯ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં પડતર ફરિયાદો-કેસોનો નિકાલ, ક્ષમતાવર્ધન કાર્યક્રમો, મિલકત વ્યવસ્થાપન તથા સેવાઓ આપવામાં ડિજિટલ પહેલ જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૫’ની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર હસ્તકના તમામ વિભાગો, ખાતાના વડા અને તાબા હેઠળની કચેરીઓ, બોર્ડ-નિગમો, જાહેર સાહસો અને સ્થાનિક સત્તા મંડળો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે સત્ય નિષ્ઠાના શપથ, નિવારાત્મક તકેદારી થકી ભ્રષ્ટાચાર સામેની લડતના મહત્વ અંગે સહભાગીદારીથી આયોજન, પડતર ફરિયાદો તથા કેસોનો ખાસ ઝૂંબેશ દ્વારા નિકાલ, નિવારાત્મક તકેદારીના ભાગરૂપે પ્રણાલીગત સુધારા માટે ઝૂંબેશ, સેવાઓ આપવામાં ડિજિટલ પહેલ, તકેદારી અંગે જાગૃતિ, ક્ષમતાવર્ધન તાલીમ તથા મિલકત વ્યવસ્થાપન જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે.

આજના સમયમાં સતર્કતા પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે, જેના થકી આપણે વિવિધ પ્રકારના ગુનાઓને અટકાવીને નાગરિક-સમાજને વધુ સુરક્ષિત બનાવી શકીએ છીએ. આમ, સમાજમાં શાંતિ, સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવી એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી પણ છે.

અત્રે નોંધનીય છે કે, કેન્દ્રીય તકેદારી આયોગ દ્વારા તા. ૨૭ ઓકટોબરથી ૦૨ નવેમ્બર, ૨૦૨૫ સુધી સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૫ની “સતર્કતા: આપણી સહિયારી જવાબદારી”-“Vigilance: Our Shared Responsibility”ની થીમ આધારિત ઉજવણી કરવામાં આવશે, તેમ ગુજરાત તકેદારી આયોગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.



Source link

સંબંધિત સમાચાર