રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત26 ઑગસ્ટ, 2025| Super Admin

સુરતના અડાજણમાં ગણેશ આગમન યાત્રામાં સ્ટેજ ઓવર લોડ થતા તૂટી પડ્યું


આયોજકોએ આગમન યાત્રા માં રાખેલી બેદકારી ગણેશ ભક્તો માટે વિઘ્નકર્તા સાબિત

(જી.એન.એસ) તા. 24

સુરત,

શહેરના અડાજણમાં ગણેશ આગમન યાત્રામાં સ્ટેજ ઓવર લોડ થતા તૂટી પડ્યું હતું અને અનેક લોકોને ઈજા થઈ હતી. ભૂતકાળમાં આ ગણેશ આયોજકોએ પણ બેદરકારી દાખવી હતી જેના કારણે લાઇટિંગ માટે મુકાયેલું ટાવર તૂટી પડ્યું હતું. પરંતુ રાજકીય પીઠબળના કારણે ગણેશ આયોજકો મોટી ભીડ ભેગી કરે છે પરંતુ સલામતીના નિમયોનો ઉલળીયો કરે છે તેથી લોકો માટે જોખમ ઊભું થયું છે. ગણેશોત્સવ પહેલા ભારે ઠાઠમાઠથી આગમન યાત્રા કાઢવામાં આવે છે અને આ આગમન જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય છે. મોટાભાગના ગણેશ આયોજકો શોભાયાત્રા કાઢે છે પરંતુ સુરક્ષાની તકેદારી રાખતા ન હોવાથી અકસ્માતની ભિતી રહેલી છે. ગઈકાલે મોડી રાત્રે અડાજણ પ્રાઈમ આર્કેડ વિસ્તારમાં ગાર્ડન ગ્રુપ દ્વારા ગણેશ આગમન યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયાં હતા. સ્ટેજ પર ક્ષમતા કરતા વધુ લોકો ભેગા થતા સ્ટેજ ધરાશાયી થઈ ગયું હતું અને અનેક લોકોને ઈજા થઈ હતી. 

હજારો લોકો ભેગા થયા હતા ત્યાં સ્ટેજ ધરાશાયી થતા લોકોની ચીચીયારી સાંભળી દોડાદોડી થઈ ગઈ હતી અને ભયનો માહોલ છવાયો હતો.  સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે,  જેમાં આયોજકોની બેદરકારી અને સંભાળવામાં બેદરકારી અને સુરક્ષા વ્યવસ્થા ની ચર્ચા થઈ રહી છે.  ભક્તોના ઉત્સાહ વચ્ચે થયેલી આ ઘટના વહિવટી તંત્ર અને યોજકો માટે ગંભીર ચેતવણી બની છે.

અડાજણ વિસ્તારમાં ભૂતકાળમાં પણ ગણેશ આગમન યાત્રા વખતે લાઈટ નો ટાવર તૂટી પડ્યો હતો સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ભુતકાળમાં અકસ્માત થયો હોવા છતાં આયોજકો અને તંત્રએ કાળજી ન રાખી હોવાથી ફરી એક વાર દુર્ઘટના થઈ છે અને કેટલાક લોકોને ઈજા પહોંચી છે. આવી સ્થિતિના કારણે ગણેશ ભક્તોમાં ગભરાટ છે અને તંત્ર અને આયોજકો તકેદારી રાખે અને જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તેવી માગણી થઈ રહી છે. 



Source link

સંબંધિત સમાચાર