રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
ગુજરાત2 ઑગસ્ટ, 2025| Super Admin

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫માં રાજ્યના મહાનગરો અને નગરોને પોતાના આગવા વિકાસ વિઝન સાથેના રોડ મેપ  તૈયાર કરીને તેના અમલ માટેના ટાઈમ બાઉન્ડ પ્લાનિંગ માટે  પ્રેરક આહ્વાન કર્યું

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫માં રાજ્યના મહાનગરો અને નગરોને પોતાના આગવા વિકાસ વિઝન સાથેના રોડ મેપ  તૈયાર કરીને તેના અમલ માટેના ટાઈમ બાઉન્ડ પ્લાનિંગ માટે  પ્રેરક આહ્વાન કર્યું

(જી.એન.એસ) તા.2

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ માં  રાજ્યના મહાનગરો અને નગરોને પોતાના આગવા વિકાસ વિઝન સાથેના રોડ મેપ  તૈયાર કરીને તેના અમલ માટેના ટાઈમ બાઉન્ડ પ્લાનિંગ માટે  પ્રેરક આહ્વાન  કર્યું છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે આવા વિકાસ વિઝનની શ્રેષ્ઠતાની સ્પર્ધાઓ થાય અને ગુજરાતના શહેરો શહેરી વિકાસમાં દેશનું દિશા દર્શન કરનારા બને એવી આપણી નેમ છે.

મુખ્યમંત્રીશ્રી રાજ્યના પાટનગર ગાંધીનગરના ૬૧ માં સ્થાપના દિવસ અવસરે ગાંધીનગર મહાનગર પાલિકાના વિકાસ વિઝન ના લોન્ચિંગ અવસરે અધ્યક્ષીય સંબોધન કરી રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગર ને સ્વછતા સર્વેક્ષણમાં  તાજેતરમાં રાષ્ટ્રીય સ્તરે સન્માન મેળવવાના પાયા માં રહેલા સ્વછતા કર્મીઓ નું સન્માન પણ કર્યું હતું.

તેમણે કહ્યું કે ગાંધીનગરે ગ્રીન સિટી સાથે હવે ક્લીન સિટી નું બિરૂદ મેળવ્યું છે તે જાળવી રાખવાની સૌની સહિયારી જવાબદારી બની  રહે છે.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ૨૦૦૫ માં શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરીને શહેરી વિકાસ ની આખી પરિભાષા બદલી નાખીને હોલીસ્ટિક સિટી ડેવલપમેન્ટનો નવતર અભિગમ આપ્યો છે.

એટલું જ નહિ ,નળ ગટર અને રસ્તાની સુવિધાથી આગળ વધીને નાગરિક લક્ષી સેવાઓ  ટેકનોલોજીના ઉપયોગથી વિસ્તારવાની દિશા આપી છે.

શહેરી વિકાસ વર્ષ ૨૦૦૫ ની આ ઉજવણીની સફળતાથી રાજ્યના શહેરો પ્રાણવાન અને ઉર્જાવાન બન્યા છે તથા અર્બન ડેવલપમેન્ટ નો નવો નકશો કંડારાયો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

શ્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે શહેરી વિકાસની બે દાયકા ની સિદ્ધિઓ અને સફળતાને પગલે આપણે હવે વર્લ્ડ ક્લાસ  સિટી ડેવલપમેન્ટની નેમ સાથે  શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ ઉજવી રહ્યા છીએ.

 આ હેતુસર રાજ્યના અર્બન ડેવલપમેન્ટ બજેટમાં આ વર્ષે ૪૦ ટકાનો વધારો કરીને ૩૦ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત ૨૦૪૭ નો જે સંકલ્પ કર્યો છે તેને  રાજ્યના શહેરો સ્માર્ટ અને સસ્ટનેબલ સિટી ડેવલપમેન્ટથી સાકાર કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

તેમણે દેશના વિકાસના  આ અમૃત કાળમાં  કેચ ધ રેઇન માટે મોટા પાયે જળ સંચય અને સંગ્રહ માટે  અને અર્બન ફોરેસ્ટ વધારીને તેમજ એક પેડ માં કે નામ દ્વારા ગ્રીન કવર વધારવાની અપિલ કરી  હતી.

પર્યાવરણ જાળવણી સાથેના વિકાસ માટે હિમાયત કરતાં મુખ્યમંત્રીશ્રીએ સોલાર રુફ્ટોપ અને વધુ ને વધુ ઇ મોબિલીટી  અપનાવવા પણ અનુરોધ કર્યો હતો.



Source link

સંબંધિત સમાચાર