રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત1 ઑગસ્ટ, 2025| Super Admin

વિરમગામ શહેરમાં ઉભરાતી ગટરો અને ઘરમાં આવતા ગંદા પાણીનું નિરાકરણ નહીં થાય તો ધારાસભ્ય હાર્દિક પટેલની ઉપવાસ આંદોલન કરવાની ચીમકી

વિરમગામ શહેરમાં ઉભરાતી ગટરો અને ઘરમાં આવતા ગંદા પાણીનું નિરાકરણ નહીં થાય તો ધારાસભ્ય હાર્દિક પટેલની ઉપવાસ આંદોલન કરવાની ચીમકી

(જી.એન.એસ) તા. 1

વિરમગામ,

ભ્જ્પના યુવા ધારાસભ્ય હાર્દિક પટેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, પોતાના મતવિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓને લઈને તેમણે ચિંતા અને આક્રોશ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આ પત્રમાં વિરમગામમાં ઉભરાતી ગટરો અને ગંદા પાણીની સમસ્યા હલ નહીં થાય તો ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.

ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કહ્યું છે કે, પ્રજાના આશીર્વાદથી ગુજરાતમાં સૌથી નાની ઉંમરના ધારાસભ્ય તરીકે ચૂંટાઈને વિરમગામ વિધાનસભાના લોકોની સેવા કરવાનો અવસર મળ્યો છે.આપના નેતૃત્વમાં મારી વિરમગામ વિધાનસભામાં હજારો કરોડના કામો મંજુર થયા છે અને લગભગ કામો પ્રગતિ હેઠળ છે.વિરમગામ શહેરમાં પણ બગીચા, ખેરી, ટાવર, તળાવનું બ્યુટીફીકેશન સહીત અનેક વિકાસના કામોની શહેરના લોકોને ભેટ મળી છે.પરંતુ વિરમગામ શહેરના લોકોની મારી પાસે એક અપેક્ષા હતી કે શહેરના ગટરના પાણી ઉભરાવવાની જે સમસ્યા છે તેનું કાયમી નિરાકરણ આવે પરંતુ કોઈક કારણસર આ નિરાકરણ નથી આવી રહ્યું.

વિરમગામ શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી ઉભરાતી ગટરના કારણે ઐતિહાસિક શહેર શરમ અનુભવી રહ્યું છે. વિરમગામ શહેરના અનેક વિસ્તારોમાં ગટર ઉભરાવી, પીવાના પાણી સાથે ગંદુ પાણી મિકસ થવું અને સ્વચ્છતા બાબતે લોકોની ખુબ ફરિયાદો છે.વિરમગામ શહેરના લોકો સાથે મારે આ ભાબતે મજબૂતાઈથી ઉભું રહેવું પડશે.લોકોને મારી પાસે આ ભાબને ખુબ અપેક્ષા છે.હું માનું છું કે વિરમગામ નગરપાલિકા પાસે કર્મચારીઓનો અભાવ છે પરંતુ પ્રજાની સમસ્યાનું યોગ્ય નિરાકરણ નગરપાલિકાએ કરવું જોઈએ એ નથી થઈ રહ્યું.જે વિસ્તારમાં દબાણ હટાવવામાં આવ્યું છે ત્યાં વિકાસના કામ પણ મંજુર થઈ ગયા છે, ટેન્ડર પણ સુપાઈ ગયું છે. છતાંય કોન્ટ્રક્ટરો દ્વારા કામ કરવામાં નથી આવી રહ્યું.જેથી મારે લોકોની સાથે ઉભા રહેવું પડશે અને જરૂર પડશે તો ઉપવાસ આંદોલનમાં પણ જોડાવું પડશે.



Source link

સંબંધિત સમાચાર