રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત19 જુલાઈ, 2025| Super Admin

આગામી 23 જુલાઈના રોજ મોડાસા ખાતે અરવિંદ કેજરીવાલની હાજરીમાં ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’નું આયોજન

આગામી 23 જુલાઈના રોજ મોડાસા ખાતે અરવિંદ કેજરીવાલની હાજરીમાં ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’નું આયોજન

સાબર ડેરી અને પશુપાલકો વચ્ચેના વિવાદમાં રાજકારણ..?

(જી.એન.એસ) તા. 18

સાબર ડેરી અને પશુપાલકો વચ્ચે થયેલા વિવાદમાં આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. આ મામલે AAP હવે સક્રિય ભૂમિકા ભજવવા જઈ રહી છે, અને આગામી 23 જુલાઈના રોજ મોડાસા ખાતે અરવિંદ કેજરીવાલની હાજરીમાં ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’નું આયોજન કરવામાં આવ્યું છે. જોકે ઉલ્લેખનીય છે કે એક તરફ આપ દ્વારા અરવિંદ કેજરીવાલના પ્રવાસની જાહેરાત કરવામાં આવી હતી તો બીજી તરફ સાબર ડેરીએ વાર્ષિક ભાવફેરને લઈને મોટી જાહેરાત કરી છે. જેમાં પશુપાલકોને 995 રૂપિયા કિલો ફેટ પેટે ચુકવાશે.

મીડિયા સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, અરવિંદ કેજરીવાલ 23 જુલાઈએ ગુજરાતના પ્રવાસે આવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ સાબર ડેરીના અત્યાચારનો ભોગ બનેલા પશુપાલકો સાથે મુલાકાત કરશે અને તેમની વેદના સાંભળશે. ત્યારબાદ 24 જુલાઇએ તે દેડિયાપાડા AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાના પરિવાર સાથે પણ મુલાકાત કરશે અને સભાને સંબોધશે. 

23મી તારીખે મોડાસામાં યોજાનારી આ ખેડૂત-પશુપાલક મહાપંચાયતમાં અરવિંદ કેજરીવાલ ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોના હિતમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવશે. AAP દ્વારા આ મામલે કેટલીક મુખ્ય માંગણીઓ પણ કરવામાં આવી છે:-

(1) પશુપાલકો પર કરવામાં આવેલા તમામ કેસ તાત્કાલિક પરત ખેંચવામાં આવે.

(2) સાબર ડેરી વિવાદમાં જે પશુપાલકોના મોત થયા છે, તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે.

(3) મૃતકોના મામલે હત્યાની ફરિયાદ નોંધીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

(4) મૃતકના પરિવારને સરકાર અને સાબર ડેરી દ્વારા 1-1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે.

આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોના હક માટે અંતિમ શ્વાસ સુધી લડશે. અરવિંદ કેજરીવાલના આ ગુજરાત પ્રવાસ અને મહાપંચાયતને કારણે સાબર ડેરી વિવાદ વધુ ગરમાશે તેવું મનાઈ રહ્યું છે.

ત્યારે બીજીબાજુ સાબરડેરીનાં વાર્ષિક ભાવફેરનાં નિર્ણય સામે છેલ્લા પાંચ દિવસથી પશુપાલકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ મામલે ચર્ચા કરવા માટે આજે નિયામક મંડળની બેઠક યોજાઈ હતી, જેમાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના આગેવાનો, સાંસદ, ઈડર ધારાસભ્ય રમણ વોરા, મહેન્દ્રસિંહ બારૈયા, બંને જિલ્લાના ભાજપ (BJP) પ્રમુખ, મહામંત્રી સહિતનાં આગેવાનો હાજર રહ્યા હતા. બેઠક બાદ પશુપાલકોને વાર્ષિક ભાવફેર 995 રુપિયા પ્રતિ કિલો ફેટે ચુકવાશે તેવી જાહેરાત કરાઈ છે.



Source link

સંબંધિત સમાચાર