રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ગુજરાત28 જૂન, 2025| Super Admin

દૂધસાગર ડેરીની બોર્ડ બેઠકમાં ચેરમેન અશોક ચૌધરીએ વાઈસ ચેરમેનને લાફો માર્યો

દૂધસાગર ડેરીની બોર્ડ બેઠકમાં ચેરમેન અશોક ચૌધરીએ વાઈસ ચેરમેનને લાફો માર્યો

(જી.એન.એસ) તા. 27

મહેસાણા,

મહેસાણામાં દૂધ સાગર ડેરી ફરી એકવાર ચર્ચામાં આવી છે જેમાં વાઈસ ચેરમેનને લાફો મારવાના આક્ષેપથી આ પ્રકરણ ગરમાયું છે. જેમાં“લાફા કાંડ” મામલે ચેરમેન અશોક ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં સત્તા પરિવર્તન થયા પછી ડેરીનો વિકાસ થયો હોવાનું ચેરમેને જણાવ્યું હતું.વધુમાં ચેરમેને કહ્યું હતું કે પારદર્શકતા સાથે વહીવટ કરવામાં આવી રહ્યો છે.

આશરે છેલ્લા 4.5 વર્ષથી ડેરીનો સુલભ અને કુશળ વહીવટ ચાલતો હોવાનું તેમણે ઉમેર્યું હતું. તેમણે મારા પર કરાયેલા આક્ષેપ તદ્દન પાયાવિહોણા હોવાનું પણ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે વાઈસ ચેરમેન જે પ્રશ્નો લઈને આવ્યા હતા તેનો જવાબ આપ્યો છે. બીજીતરફ બોર્ડ મિટિંગ પેહલા જ વાઈસ ચેરમેને ઝઘડાની આગાહી કરી હતી. જેમાં ડિરેકટરો પોતે આજે ઝગડો કરવાના છે તેવું કહ્યું હતું.

યોગેશ પટેલે ઉગ્ર બની અસભ્ય વર્તન કર્યું હોવાનું વાઈસ ચેરમેને કહ્યું હતું. અમે તેમને સમજાવ્યા, પરંતુ તે જાતે બોર્ડ રૂમમાંથી ચાલ્યા ગયા હતા. લાફો મારવાનો આક્ષેપ પણ પાયા વિહોણો હોવાનું ચેરમેને કહ્યું હતું. તે વાતાવરણ ડોહળવા જ આવ્યા હતા, એમ ચેરમેને વધુમાં ઉમેર્યું હતું.

મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આ ઘટના બાદ વાઈસ ચેરમેન યોગેશ પટેલ અને તેમનું જૂથ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. ત્યાં તેમણે સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. આ મામલાની પોલીસે તપાસ કરવાની ખાતરી આપી છે. નોંધનીય છે કે, ભાજપના મેન્ડેટથી જ આ બંને ઉમેદવાર ચેરમેન અને વાઈસ ચેરમેન બન્યા છે. 



Source link

સંબંધિત સમાચાર