રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત9 જૂન, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

અમદાવાદના વટવા GIDCના ફેઝ 4માં ફરી એક વખત આગ લાગવાની ઘટના બની

અમદાવાદના વટવા GIDCના ફેઝ 4માં ફરી એક વખત આગ લાગવાની ઘટના બની

(જી.એન.એસ) તા. 8

અમદાવાદ,

અમદાવાદ શહેરના વટવા GIDC ના ફેઝ 4માં રવિવારે (8 જૂન) આગ લાગવાની ઘટના બની હતી. વટવાના રામદેવ એસ્ટેટ-4માં જયશ્રી કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

આ સમગ્ર આગની ઘટના મામલે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અમદાવાદના વટવા GIDCના ફેઝ 4માં ફરી એક વખત આગ લાગવાની ઘટના બની છે. જેમાં કેમિકલની ફેકટરીમાં આગ લાગતા અફરા-તફરી સર્જાઈ હતી. વેલ્ડિંગની કામગીરી દરમિયાન સ્પાર્કના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જ્યારે આગના બનાવમાં કોઈ પ્રકારે જાનહાનિ થઈ ન હતી.

ઉલ્લેખનીય છે કે, લગભગ એક મહિના પહેલા આજ જગ્યાએ ભીષણ આગની ઘટના બની હતી. તે વખતે આગના ઘટનામાં દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જ્યારે ફરી એક મહિના બાદ અહીં વધુ એક આગનો બનાવ બન્યો હતો. 



Source link

સંબંધિત સમાચાર