રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત19 મે, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

આજથી અમદાવાદ મનપા. દ્વારા ચંડોળા તળાવમાં ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થશે

આજથી અમદાવાદ મનપા. દ્વારા ચંડોળા તળાવમાં ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થશે

(જી.એન.એસ) તા. 19

અમદાવાદ,

આજથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચંડોળા તળાવ, આસપાસમાં ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થશે. જેમાં અંદાજે અઢી લાખ ચોરસ મીટરથી વધુની જગ્યા પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે. જેને લઈને આજે શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં મહા નગરપાલિકા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. 

આ વિસ્તાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અનધિકૃત વસાહતો અને તેમા પણ ખાસ કરીને બાંગ્લાદેશી નાગરિકોના રહેઠાણનું કેન્દ્ર બની ગયો છે. અધિકારીઓનું કહેવું છે કે, ચંડોલા તળાવ વિસ્તાર ઘણા લાંબા સમયથી ગેરકાયદે પ્રવૃત્તિઓ માટેનું કેન્દ્ર રહ્યો છે. અગાઉની ઝુંબેશમાં 1.5 લાખ ચોરસ મીટર વિસ્તાર પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

અમદાવાદ મનપા. દ્વારા ડિમોલિશનના બીજા તબક્કામાં આશરે 2.5 લાખ ચોરસ મીટર ગેરકાયદે બાંધકામ હટાવવાનું આયોજન છે. જેના માટેની કામગીરીને સરળ બનાવવા માટે 25 સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP) ટીમો સહિત 3,000 થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. જે સુરક્ષા જાળવવાની સાથે ડિમોલિશનના કામમાં કોઈ નડતરૂપ ન બને તે સુનિશ્ચિત કરવાનું રહેશે. પાલિકાના અધિકારીઓનો અંદાજ છે કે આ વિસ્તારમાં જેટલી માત્રામાં હજુ દબાણ છે, તેને જોતા ડિમોલિશનમાં બે થી ત્રણ દિવસથી વધુ સમય લાગી શકે છે. 

મહત્વનું છે કે, અમદાવાદ મનપા. દ્વારા આ ડિમોલિશનથી અસરગ્રસ્ત લોકોને વૈકલ્પિક આવાસ ફાળવવાની યોજના બનાવી રહી છે. AMC અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારને સાફ કરવો એ માત્ર શહેરી વિકાસ માટે જ નહીં, પરંતુ મૂળિયાં જમાવી ચૂકેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે પણ મહત્ત્વપૂર્ણ છે.



Source link

સંબંધિત સમાચાર