રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય19 જાન્યુઆરી, 2025| Super Admin

મહાકુંભ મેળામાં આગ લાગી દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો

મહાકુંભ મેળામાં આગ લાગી દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો
પ્રયાગરાજના મહાકુંભ મેળા વિસ્તારમાં આજે આગ લાગી હતી. મેળા વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉછળતા દેખાતા હતા. અગ્નિની તેજ જ્વાળાઓ પ્રસરવા લાગી. સ્થળ પર હાજર ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની નોંધ લીધી છે. મળતી માહિતી મુજબ, આ આગ મહાકુંભ મેળા વિસ્તારના સેક્ટર 19માં લાગી હતી. ફાયરની ચાર ગાડીઓએ આગ ઓલવવાનું શરૂ કર્યું હતું અને થોડી જ વારમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. હાલમાં આગના કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. પંડાલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કહેવાય છે. આગને કારણે સિલિન્ડર બ્લાસ્ટ થયાની પણ ચર્ચા છે પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. મળતી માહિતી મુજબ પંડાલનો મોટો ભાગ બળીને રાખ થઈ ગયો છે. કહેવાય છે કે આ એક મોટી આગ હતી પરંતુ એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે તરત જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ ઘટનાની નોંધ લીધી છે. મુખ્યમંત્રી યોગીની સૂચના પર તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. કહેવાય છે કે સ્થળ પર હાજર ફાયર ટેન્ડરો અને SDRFની ટીમે લગભગ અડધા કલાકમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. આગના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી.

સંબંધિત સમાચાર