રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય12 મે, 2025| Super Admin

ટેરિફ વોરમાં આવ્યો વિરામ!!! યુએસ અને ચીન 90 દિવસ માટે પરસ્પર ટેરિફ 115% ઘટાડવા સંમત થયા

ટેરિફ વોરમાં આવ્યો વિરામ!!! યુએસ અને ચીન 90 દિવસ માટે પરસ્પર ટેરિફ 115% ઘટાડવા સંમત થયા

(જી.એન.એસ) તા. 12

વોશિંગ્ટન/બિજીંગ,

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરના સમાધાન મુદ્દે ચાલી રહેલી બે દિવસીય વાતચીતના અંતમાં બન્ને દેશોએ એકબીજા પર લાદેલા રેસિપ્રોકલ ટેરિફમાં ઘટાડો કરવા સહમતિ દર્શાવી છે. બંનેએ 90 દિવસ માટે લાગુ ટેરિફમાં 115 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. 

ચીને મંત્રણાઓ વચ્ચે અમેરિકાની પ્રોડક્ટ્સ પર લાગુ રેસિપ્રોકલ ટેરિફ 125 ટકાથી ઘટાડી 10 ટકા કર્યો છે. જ્યારે અમેરિકાએ ચીનની પ્રોડક્ટ્સ પર ટેરિફ 145 ટકાથી ઘટાડી 30 ટકા કરવા સહમતિ દર્શાવી છે. આ સમજૂતી પ્રારંભિક ધોરણે 90 દિવસ સુધી લાગુ રહેશે.

ચીનના વાઈસ પ્રીમિયર હી લિફેંગ અને યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે, બંને દેશોએ આ નિર્ણય પર સહમતિ દર્શાવી છે. તેમજ આર્થિક અને વેપાર સંબંધો મુદ્દે ચર્ચાઓ જારી રહેશે. બંને દેશો ચીન અને અમેરિકામાં વૈક્લપિક ધોરણે ચર્ચાઓ કરી શકે છે. જેમાં જો જરૂર પડે તો આર્થિક અને વેપાર મુદ્દાઓ સંબંધિત ભલામણોને ધ્યાનમાં લઈ શકે છે. 

થોડા દિવસો અગાઉ અમેરિકી પ્રમુખ ટ્રમ્પ દ્વારા ચીન સહિત અન્ય દેશો અમેરિકા સાથે અન્યાય કરી રહ્યા હોવાના દાવા સાથે ચીન સહિત વિવિધ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. જેમાં ચીન પર સૌથી વધુ ટેરિફ લાદ્યો હતો. ચીને પણ આ ટેરિફનો સામો જવાબ આપતાં અમેરિકાની પ્રોડક્ટ્સ પર ટેરિફ લાદ્યો હતો. બંને દેશો એક પછી એક એમ એકબીજા પર ટેરિફ વધારી રહ્યા હતા. ગત મહિને ટ્રમ્પે ચીનની પ્રોડ્કટ્સ પર 145 ટકા ટેરિફ લગાવ્યો હતો. જ્યારે ચીને અમેરિકા પર 125 ટકા ટેરિફ લાગુ કર્યો હતો. 



Source link

સંબંધિત સમાચાર