રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત30 મે, 2025| Super Admin

આવનારા 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની રાજ્યના 15 જિલ્લાઓ માં આગાહી

આવનારા 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની રાજ્યના 15 જિલ્લાઓ માં આગાહી

(જી.એન.એસ) તા. 29

ગાંધીનગર,

રાજ્યના હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે આગાહી કરવામાં આવી છે જેમાં, ગાજવીજ સાથેના હળવા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. આ આગાહી 3 કલાક માટેની છે. એટલે કે બપોરે 4 થી સાંજે 7 વાગ્યા દરમિયાન વરસાદની સંભાવના છે.

આજે તા. 30 મે 2025ના રોજ મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને 31 મેના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયો વરસાદ વરસી શકે છે.

ગઈકાલે સવારથી રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે અનેક તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. આજે 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ આહવામાં 23 મિ.મી. અને ઝગડિયામાં 22 મિ.મી વરસાદ વરસ્યો છે. ગત 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં મોડાસામાં 2.4 ઇંચ અને સરસ્વતીમાં 2.2 ઇંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે બહાર પાડેલા વેધર બુલેટિનમાં જણાવ્યું છેકે, આગામી ત્રણ કલાક દરમિયાન ડાંગ, તાપી, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. તેમજ અમુક વિસ્તારોમાં વીજળી પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. 



Source link

સંબંધિત સમાચાર