રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય9 મે, 2025| Super Admin

પાકિસ્તાને 36 સ્થળોએ હુમલો કરવાનો કર્યો પ્રયાસ, 300-400 ડ્રોન દ્વારા હુમલો કર્યો: ભારતીય વિદેશ મંત્રાલય

પાકિસ્તાને 36 સ્થળોએ હુમલો કરવાનો કર્યો પ્રયાસ, 300-400 ડ્રોન દ્વારા હુમલો કર્યો: ભારતીય વિદેશ મંત્રાલય

(જી.એન.એસ) તા. 09

નવી દિલ્હી,

જમ્મુ-કાશ્મીરના પહલગામ પર આતંકવાદી હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને PoK સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ તથા ડ્રોનથી સ્ટ્રાઈક કરી હતી. ત્યાર બાદ પાકિસ્તાને પણ ભારતના અનેક શહેરો પર મિસાઇલથી હુમલો કરવાના પ્રયાસ કર્યા પરંતુ ભારતીય સેનાએ તમામ પ્રયાસ નિષ્ફળ બનાવ્યા. આ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી ગયો છે. એવામાં વિદેશ મંત્રાલયે પત્રકાર પરિષદ કરીને વિવિધ જાણકારી આપી છે. 

મહત્વનું છે કે, વિદેશ મંત્રાલયની આ 3 દિવસમાં આ ત્રીજી મહત્ત્વની પ્રેસ બ્રીફિંગ છે. કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ આ પ્રેસ બ્રીફિંગમાં ઉપસ્થિત છે. વિદેશ સચિવ વિક્રમ મિસરી તમામ માહિતી આપી રહ્યા છે. 

જનરલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું, કે મધ્ય રાત્રિએ પાકિસ્તાની સેનાએ ભારતીય એરસ્પેસનો ઉલ્લંઘન કર્યો અને નિયંત્રણ રેખા પર ગોળીબાર કર્યો. પાકિસ્તાને 36 સ્થાનો પર 300થી 400 ડ્રોનથી હુમલાનો પ્રયાસ કર્યો. ભારતીય સેનાએ મોટા ભાગના ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. ડ્રોનના કાટમાળની તપાસ કરવામાં આવી રહી છે, જોકે પ્રાથમિક જાણકારી અનુસાર આ ડ્રોન તુર્કીયેના છે. રાત્રિમાં જ પાકિસ્તાને UAVથી ભટિન્ડા સૈન્ય બેઝ પર હુમલાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો. તેના જવાબમાં ભારતે ચાર ડ્રોન પાકિસ્તાન તરફ છોડ્યા જેમાંથી એક ડ્રોન રડારને તોડવામાં સફળ રહ્યું. 

પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદ તથા LoC ( નિયંત્રણ રેખા ) પર ભારે ગોળીબાર પણ કર્યો જેનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો. પાકિસ્તાનના ગોળીબારમાં ભારતના અમુક જવાન ઈજાગ્રસ્ત થયા છે. ભારતીય સેનાએ જણાવ્યું છે કે પાકિસ્તાન તેના નાગરિક વિમાનોને ઢાલ બનાવીને ઉપયોગ કરી રહ્યું છે. સરહદ નજીક ભારતના એરસ્પેસમાં કોઈ નાગરિક વિમાને ઉડાન નથી ભરી, પરંતુ પાકિસ્તાનના એરસ્પેસમાં નાગરિક વિમાનો ઉડાન ભરી રહ્યા હતા. 

ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું, કે ‘પાકિસ્તાન દ્વારા પૂંછમાં ગુરુદ્વારા પર હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન દુનિયાને ભરમાવવા માટે ખોટી માહિતી ફેલાવી રહ્યું છે કે ભારતે નનકાના સાહિબ ગુરુદ્વારા પર ડ્રોનથી હુમલો કર્યો છે. વર્તમાન પરિસ્થિતિને જોતાં કરતારપુર સાહિબ કોરિડોર આગામી આદેશ સુધી બંધ કરવામાં આવ્યું છે. 



Source link

સંબંધિત સમાચાર