રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
આંતરરાષ્ટ્રીય18 મે, 2025| Super Admin

રશિયન સેના દ્વારા યુક્રેન પર 273 ડ્રોન વડે હુમલો

રશિયન સેના દ્વારા યુક્રેન પર 273 ડ્રોન વડે હુમલો

રશિયાની યુક્રેન પર ભયંકર મોટી એરસ્ટ્રાઈક

(જી.એન.એસ) તા. 18

કિવ,

રશિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો યુક્રેન પર હુમલો, રશિયાએ એરસ્ટ્રાઈક કરીને યુક્રેનના શહેરોમાં 273 ડ્રોન વડે હુમલા કર્યા છે. આ હુમલાને યુક્રેનના અધિકારીઓએ અત્યારસુધીનો સૌથી ભયંકર અને ઘાતક હુમલો ગણાવ્યો છે. કીવમાં એક મહિલાનું મોત થયુ છે, જ્યારે અન્ય ઘણા ઘાયલ થયા છે. 

આ મામલે યુક્રેનની વાયુસેનાના જણાવ્યા પ્રમાણે, રશિયાએ મોટાભાગના હુમલા કીવના કેન્દ્રીય ક્ષેત્ર અને દેશના પૂર્વીય ભાગોમાં કર્યા છે. અગાઉ ફેબ્રુઆરી, 2025માં પણ રશિયાએ 267 ડ્રોન હુમલા કર્યા હતા. આજે 273 ડ્રોન વડે હુમલો કર્યો છે.

રશિયા દ્વારા રવિવારે વહેલી સવારે યુક્રેનની રાજધાની કીવમાં ડ્રોન વડે મોટા પ્રમાણમાં હુમલાઓ શરૂ કર્યા હતા. જેમાં ઓબુખિવ જિલ્લામાં 28 વર્ષીય મહિલાનું મોત થયુ હતું. જ્યારે ચાર વર્ષના બાળક સહિત ઓછામાં ઓછા ત્રણ લોકો ઘાયલ થયા હતાં. આ હુમલામાં અનેક ઈમારતોને નુકસાન થયુ હતું. 

યુક્રેનના વાયુસેનાએ જણાવ્યા પ્રમાણે, રશિયાના હુમલાનો યુક્રેનને મજબૂતીથી જવાબ આપ્યો જેમાં  રશિયાના 88 ડ્રોન પાડી નાખવામાં આવ્યા હતાં. જ્યારે 128 ડ્રોન કોઈપણ નુકસાન કર્યા વિના જ જમીન પર પટકાયા હતાં. કીવ અને તેની આસપાસના વિસ્તારોમાં નવ કલાક સુધી હવાઈ હુમલો થવાનું એલર્ટ આપવામાં આવ્યું છે. યુક્રેનના ડિસઈન્ફોર્મેશન સેન્ટરના પ્રમુખ આંદ્રેઈ કોવોલેન્કોએ જણાવ્યું હતું કે, રશિયા હંમેશા શાંતિ મંત્રણા દરમિયાન યુદ્ધનો આધાર લઈ ડરાવવાનો પ્રયાસ કરે છે.

યુક્રેનના ડિસઈન્ફોર્મેશન સેન્ટરના પ્રમુખ આંદ્રેઈ કોવોલેન્કોએ જણાવ્યું હતું કે, રશિયા હંમેશા શાંતિ મંત્રણા દરમિયાન યુદ્ધનો આધાર લઈ ડરાવવાનો પ્રયાસ કરે છે.



Source link

સંબંધિત સમાચાર